(Source: ECI/ABP News/ABP Majha)
જે ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા ના કરી શક્યું તે ભારતે કરી બતાવ્યું, 21મી સદીમાં આવું કરનારો પહેલો દેશ બન્યો
IND vs BAN Test : કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બીજી ટેસ્ટ મેચનો આજે પાંચમો દિવસ ચાલી રહ્યો છે
IND vs BAN Test India Makes Innings Declaration Record: કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બીજી ટેસ્ટ મેચનો આજે પાંચમો દિવસ ચાલી રહ્યો છે. મેચ પુરી થતા પહેલા ભારતે ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. તે પણ માત્ર પ્રથમ દાવમાં. ભારતે એવો રેકોર્ડ બનાવ્યો છે જે 21મી સદીમાં બીજી કોઈ ટીમ બનાવી શકી નથી. જે સૌથી ઓછી ઓવરમાં ટેસ્ટ ઇનિંગ્સ ડિકલેર કરવાનો રેકોર્ડ છે.
ભારતની પહેલી ઇનિંગમાં ડિક્લેરેશન બની ટેસ્ટ ક્રિકેટની ઐતિહાસિક ક્ષણ
કાનપુરમાં રમાઈ રહેલી બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતે તેની પ્રથમ ઈનિંગમાં જબરદસ્ત આક્રમકતા દર્શાવી હતી. વરસાદને કારણે લગભગ બે દિવસની રમત ગુમાવ્યા બાદ ભારતે ચોથા દિવસે બાંગ્લાદેશને તેની પ્રથમ ઇનિંગમાં 233 રનમાં આઉટ કરી દીધી હતી. સમયની તંગીને ધ્યાનમાં રાખીને કેપ્ટન રોહિત શર્માએ આક્રમક રણનીતિ અપનાવવાનું નક્કી કર્યું. તેની ટીમે આને ખૂબ જ સારી રીતે અંજામ આપ્યો અને બાંગ્લાદેશના બોલરો પર ઉગ્ર હુમલા કર્યા, જે અગાઉ ક્યારેય જોવા મળ્યા ન હતા.
ભારતે તેના પ્રથમ દાવમાં માત્ર 34.4 ઓવરમાં 285 રન બનાવ્યા હતા. આ પછી કેપ્ટને 52 રનની લીડ સાથે દાવ ડિકલેર કરવાનો નિર્ણય કર્યો, તેમ છતાં રમતમાં એક દિવસથી વધુ સમય બાકી હતો. 21મી સદીમાં આ પ્રથમ વખત બન્યું હતું કે જ્યારે કોઈ ટીમે 35 ઓવરથી ઓછી ઓવરમાં તેનો પ્રથમ દાવ જાહેર કર્યો હોય અને છેલ્લા 70 વર્ષમાં માત્ર બીજી વખત આવું બન્યું હોય.
ભારતે ટેસ્ટમાં બનાવ્યા સૌથી ફાસ્ટ 250 રન -
ભારતે તેની પ્રથમ ઇનિંગ દરમિયાન સૌથી ઝડપી 50, 100, 150 અને 200 રનનો રેકોર્ડ તોડ્યો હતો. યશસ્વી જાયસ્વાલ અને કેપ્ટન રોહિત શર્માએ ઇનિંગની શાનદાર શરૂઆત કરી હતી. જેના કારણે ભારતે માત્ર 3 ઓવરમાં 50 રન પૂરા કર્યા અને ટેસ્ટ ઈતિહાસમાં સૌથી ઝડપી 50 રનનો રેકોર્ડ બનાવ્યો. આ પછી ભારતે 10.1 ઓવરમાં 100 રન પૂરા કર્યા અને ટેસ્ટમાં સૌથી ઝડપી 100 રનનો નવો રેકોર્ડ બનાવ્યો. ભારતે ટેસ્ટમાં 18.2 ઓવરમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. 24.2 ઓવરમાં 200 રન પૂરા કરીને સૌથી ઝડપી 200 રનનો રેકોર્ડ બનાવ્યો હતો. 30.1 ઓવરમાં 250 રન પૂરા કરીને ભારત ટેસ્ટમાં સૌથી ઝડપી 250 રનનો રેકોર્ડ બનાવવામાં પણ સફળ રહ્યું હતું.
આ પણ વાંચો