Year Ender 2022: આ વર્ષે ટેસ્ટ, વનડે અને ટી20 ઇન્ટરનેશનલમાં આ બેટ્સમેનોએ ફટકાર્યા સૌથી વધુ છગ્ગા
હાલમાં ટી20 ફોર્મેટ આવ્યા બાદ લાંબા લાંબા છગ્ગા નૉર્મલ બની ગયા છે, મોટાભાગના બેટ્સમેનોના બેટમાથી આવા છગ્ગા જરૂર નીકળી રહ્યા છે
Year Ender 2022: ક્રિકેટનું ફોર્મેટ કોઇપણ હોય, લાંબા લાંબા છગ્ગા જરૂર જોવા મળે છે, આમાં પણ જે હિટ કરનારો બેટ્સમેન રમી રહ્યો હોય, તે સમયે ક્રિકેટ જોવાની મજા બેગણી થઇ જાય છે, કેમ કે આવા સમયે ગમે તે ફોર્મેટમાં ક્રિકેટ રમાતી હોય, પરંતુ છગ્ગાનો વરસાદ જરૂર થાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બહુ ઓછા બેટ્સમેનો છે જે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં છગ્ગાઓનો વરસાદ કરતા હોય છે.
હાલમાં ટી20 ફોર્મેટ આવ્યા બાદ લાંબા લાંબા છગ્ગા નૉર્મલ બની ગયા છે, મોટાભાગના બેટ્સમેનોના બેટમાથી આવા છગ્ગા જરૂર નીકળી રહ્યા છે. પરંતુ કેટલાક બેટ્સમેનો એવા છે જેની ત્રણેય ફોર્મેટમાં રમતની શૈલી એક જેવી જ છે, અને તે છે આક્રમક શેલી. અહીં અમને વર્ષ 2022 દરમિયાન ટેસ્ટ, વનડે અને ટી20 ફોર્મેટમાં સૌથી વધુ છગ્ગા કોણે ફટકાર્યા તે અંગે માહિતી આપી રહ્યાં છીએ.
ટેસ્ટ ક્રિકેટ (બેન સ્ટૉક્સ) -
ઇંગ્લિશ ક્રિકેટર અને શાનદાર ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સે આ વર્ષે એટલે કે વર્ષ 2022માં ટેસ્ટ ક્રિકેટમાં ખુબ આક્રમકતા બતાવી છે. સ્ટૉક્સે અત્યાર સુધી આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 26 છગ્ગા ફટકાર્યા છે. સ્ટૉક્સે 15 મેચોની 26 ઇનિંગોમાં આ છગ્ગા વરસાવ્યા છે. સ્ટૉક્સ એકમાત્ર એવો ટેસ્ટ ખેલાડી બની ગયો છે જેને ટેસ્ટમાં વધુ છગ્ગા ફટકાર્યા હોય. તેને અત્યાર સુધી કુલ 107 છગ્ગા ફટકાર્યા છે.
વનડે ક્રિકેટ (નિકૉલસ પૂરન) -
વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર બેટ્સમેન નિકોલસ પૂરને અત્યાર સુધી આ વર્ષે વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારી ચૂક્યો છે. તેને 2022 માં અત્યાર સુધી 21 મેચોની 21 ઇનિંગોમાં 27 છગ્ગા ફટકાર્યા છે. નિકોલસ પૂરન તાબડતોડ બેટિંગ માટે જાણીતો છે.
ટી20 ક્રિકેટ (સૂર્યકુમાર યાદવ) -
આ વર્ષે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ચારેયબાજુ માત્ર સૂર્યકુમાર યાદવનુ જ નામ ગાજ્યુ છે, સૂર્યાએ આ વર્ષે 2022માં ટી20 રેન્કિંગમાં પણ નંબર વન બેટ્સમેનનુ સ્થાન હાંસલ કરી લીધુ, એટલુ જ નહીં તે આ વર્ષે ટી20 સૌથી વધુ રન બનાવનારો નંબર વન બેટ્સમેને બની ગયો. તેને અત્યાર સુધી 31 મેચોની 31 ઇનિંગોમાં કુલ 68 છગ્ગા ફટકાર્યા છે. 2022નું વર્ષ સૂર્યકુમાર યાદવ માટે ખુબ સારુ રહ્યું.