(Source: ECI/ABP News/ABP Majha)
Watch: ક્રિસ ગેઈલે રોનાલ્ડોને કોપી કર્યો, યુવરાજ સિંહે આપ્યું આવુ રિએક્શન, વીડિયો વાયરલ
આ વાયરલ વીડિયોમાં ક્રિસ ગેલ પોર્ટુગલના ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પ્રખ્યાત 'સીયૂ' સેલિબ્રેશનની નકલ કરતો જોવા મળી રહ્યો છે.
Yuvraj Singh On Chris Gayle Viral Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં ક્રિસ ગેલ પોર્ટુગલના ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પ્રખ્યાત 'સીયૂ' સેલિબ્રેશનની નકલ કરતો જોવા મળી રહ્યો છે. ક્રિસ ગેઈલે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વીડિયો શેર કર્યો છે. પૂર્વ ભારતીય સ્ટાર યુવરાજ સિંહે ક્રિસ ગેઈલની પોસ્ટ પર ટિપ્પણી કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. વાસ્તવમાં યુવરાજ સિંહે ક્રિસ ગેઈલની પોસ્ટ પર હસતી ઈમોજી કોમેન્ટ કરી છે.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
જોકે, આ પહેલીવાર નથી જ્યારે ક્રિસ ગેઈલે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફની વીડિયો શેર કર્યો હોય. તે સતત ફની વીડિયો શેર કરતો રહે છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL 2023 સીઝનમાંથી બહાર હતી, ત્યારે યુનિવર્સ બોસે એક ફની વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં ક્રિસ ગેઈલે મુન્નાભાઈ MBBS ફિલ્મના ઓડિયો પર ફની એક્ટ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આ સિવાય ફેન્સને તેમના ફેવરિટ સ્ટારનો વીડિયો પણ પસંદ આવ્યો છે.
View this post on Instagram
View this post on Instagram
ક્રિસ ગેઈલ આઈપીએલમાં આ ટીમો માટે રમ્યો
ઉલ્લેખનીય છે કે, ક્રિસ ગેઈલ લાંબા સમયથી IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો. આ સિવાય તે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ તરફથી પણ રમ્યો હતો. ક્રિસ ગેલે તેની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કોલકાતા નાઈટ રાઈડર્સથી કરી હતી, પરંતુ આઈપીએલ 2011માં યુનિવર્સ બોસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાયો હતો. તે IPL 2011 થી IPL 2017 સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો હતો. આ પછી ક્રિસ ગેલે પંજાબ કિંગ્સનું પ્રતિનિધિત્વ કર્યું.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial