શોધખોળ કરો
Advertisement
યુવરાજ સિંહે ભારતના આ સ્ટાર ખેલાડીને ટ્વીટ કરીને કહ્યો 'ઉંદર', જાણો કેમ
સ્પિનર યુજવેન્દ્ર ચહલ ગુરુવારે 30 વર્ષનો થઇ ગયો છે. ક્રિકટ જગતમાંથી તેને સોશ્યલ મીડિયા પર અભિનંદનની વર્ષો થઇ, કેટલાય દિગ્ગજોએ તેને શુભેચ્છાઓ પાઠવી. ટીમના સાથીઓએ તેને અલગ અલગ અંદાજમાં શુભેચ્છા પાઠવી
નવી દિલ્હીઃ ભારતીય ટીમના સ્પિનર યુજવેન્દ્ર ચહલ ગુરુવારે 30 વર્ષનો થઇ ગયો છે. ક્રિકટ જગતમાંથી તેને સોશ્યલ મીડિયા પર અભિનંદનની વર્ષો થઇ, કેટલાય દિગ્ગજોએ તેને શુભેચ્છાઓ પાઠવી. ટીમના સાથીઓએ તેને અલગ અલગ અંદાજમાં શુભેચ્છા પાઠવી. જોકે, આ બધાની વચ્ચે યુવરાજ સિંહની ટ્વીટ ખુબ વાયરલ થયુ, કેમકે યુવીએ ચહલને ચૂહા (ઉંદર) કહીને ટ્વીટ કર્યુ હતુ.
પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ચહલને શુભેચ્છા પાઠવતા ટ્વીટ કર્યુ- લુખ્યું- યુજી ચહલ કે મારે તને મિસ્ટર ચૂહા (ઉંદર) કહેવો જોઇએ. તુ થોડુ વજન વધારો એના માટે ખાસ દુઆ. તારા મજાકિયા વીડિયો અને કૉમેન્ટથી અમારુ મનોરંજન કરતો રહે, તારુ વર્ષ સફળ રહે તે શુભકામના. જન્મદિવસ મુબારક યુજી ચહલ...
ચહલને સ્પિન જોડીદાર કુલદીપ યાદવે લખ્યું- મારા સાથી અને તેનાથી પણ ખાસ મેદાનની અંદર અને બહાર મારા ભાઇને જન્મદિવસની શુભેચ્છા. તુ સ્વસ્થ રહે, ખુશ રહે, સફળ રહે અને વધુમાં વધુ વિકેટો લે. એવી મારી શુભેચ્છા.
આ ઉપરાંત ટીમના મુખ્ય કૉચ શાસ્ત્રીએ પણ ચહલને શુભેચ્છા પાછવી, લખ્યું- જન્મદિવસની શુભેચ્છા, યુજી. આવો જ રહે, જલ્દી મળીએ. આ ઉપરાંત બીસીસીઆઇએ ચહલને કેટલાક આંકડાઓ સાથે શુભેચ્છા પાઠવી હતી.
યુજવેન્દ્ર ચહલના ક્રિકેટ કેરિયરની વાત કરીએ તો ચહલે 52 વનડે, 42 ટી20 મેચ રમી છે, જેમાં તેને ક્રમશઃ 91 અને 55 વિકેટ ઝડપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement