શોધખોળ કરો
Advertisement
ચહલની પત્નિ ધનશ્રીએ ક્યા ગુજરાતી ગીત પર કર્યો ધમાકેદાર ડાન્સ? ધનાશ્રીની અદાઓએ પર થઈ જશો ફિદા, જુઓ વીડિયો
આ વીડિયોને ધનાશ્રી વર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તે ક્રિકેટના રંગમાં રંગાયેલી દેખાઇ રહી છે. વીડિયોમાં તે જબરદસ્ત ડાન્સ કરતી દેખાઇ રહી છે. સાથે વચ્ચે વચ્ચે બૉલિંગ અને બેટિંગનુ એક્સપ્રેશન પણ આપી રહી છે
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. પરંતુ આ બાજુ સ્ટાર સ્પીનર યુજવેન્દ્ર ચહલની પત્નીએ એક વીડિયો શેર કરીને ફરી એકવાર પોતાના ફેન્સને પોતાની તરફ આક્રષિત કરી દીધા છે. આ વીડિયોમા ધનાશ્રી એક ગુજરાતી ગીત પર ડાન્સ કરી રહી છે, જેને સોશ્યલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
આ વીડિયોને ધનાશ્રી વર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તે ક્રિકેટના રંગમાં રંગાયેલી દેખાઇ રહી છે. વીડિયોમાં તે જબરદસ્ત ડાન્સ કરતી દેખાઇ રહી છે. સાથે વચ્ચે વચ્ચે બૉલિંગ અને બેટિંગનુ એક્સપ્રેશન પણ આપી રહી છે. આ વીડિયો તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં તે કહે છે અમદાવાદ તૈયાર રહો.
ઉલ્લેખનીય છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટ મેચોની સીરીઝની ત્રીજી મેચ આગામી 24 ફેબ્રુઆરીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાવવાની છે. બન્ને ટીમો મોટેરા સ્ટેડિયમ પહોંચી ગઇ છે. ખાસ વાત છે કે અમદાવાદનુ મોટેરા સ્ટેડિયમ દુનિયાનુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ પણ છે.
ચહલની મંગેતર ધનશ્રી વર્મા યુટ્યૂબરની સાથે સાથે કોરિયોગ્રાફર પણ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. ધનશ્રી સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે.
નોંધનીય છે કે ગયા વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે 22 ડિસેમ્બરે ધનાશ્રી વર્મા અને ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે લગ્ન કરી લીધા હતા, અને બાદમાં બન્ને હનીમૂન માટે દુબઇ પણ ગયા હતા. બન્ને અવારનવાર તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion