શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલી અને ઋષભ પંતની મજાક ઉડાવનાર કયા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને ભારે પડ્યું, જાણો કેમ
કરાર અંતર્ગત એક વિજ્ઞાપનમાં આ બંને ખેલાડીઓ કંપનીના પ્રચાર માટેની એક એડમાં ચમકી રહ્યા છે. જેને મામલે ટીકા કરતાં ઓસ્ટ્રેલિયનના પૂર્વ ક્રિકેટર બ્રેડ હોજની હાલત કફોડી બની છે. કોહલી અને પંતની મજાક કરવી ભારે પડી રહી છે.
મુંબઈ: વેલનેસ કંપની હિમાલયાએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને યુવા વિકેટકિપર ઋષભ પંતને હિમાલયા મેન ફેસ કેયર રેન્જના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. આ કરાર અંતર્ગત એક વિજ્ઞાપનમાં આ બંને ખેલાડીઓ કંપનીના પ્રચાર માટેની એક એડમાં ચમકી રહ્યા છે. જેને મામલે ટીકા કરતાં ઓસ્ટ્રેલિયનના પૂર્વ ક્રિકેટર બ્રેડ હોજની હાલત કફોડી બની છે. કોહલી અને પંતની મજાક કરવી ભારે પડી રહી છે.
કોહલીના ફેન્સ સોશિયલ મીડિયા પર બ્રેડ હોજની બરોબરની ખેંચી રહ્યા છે. વિદેશી ખેલાડી હોજે કોહલીના કોસ્મેટિક વિજ્ઞાપનને લઈને ટ્વિટ કરી હતી કે, હેરાન છું કે લોકો પૈસા માટે શું શું કરી રહ્યા છે.Watch me and @RishabPant777 team up with @HimalayaMEN to take care of the one problem that keeps coming back. PIMPLES! #HimalayaMenPimplesGottaGo #LookingGoodAndLovingIt #VIRATxRISHABH pic.twitter.com/Pj4qetiOX1
— Virat Kohli (@imVkohli) May 16, 2019
ભારતના સ્ટાર બેટ્સમેન કોહલીના ફેન્સને આ વાત ખટકી અને એમણે બ્રેડ હોજને આડે હાથ લેતાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના બોલ ટેમ્પરિંગ મામલાની યાદ અપાવી દીધી હતી. વિરાટ કોહલીના પ્રશંસકે હોજને ટ્વિટમાં વળતો જવાબ આપતાં લખ્યું હતું કે, બીજા કેટલાંક ખેલાડીઓ પૈસા બનાવવા માટે સેન્ડપેપરનો ઉપયોગ કરે છે.Some days Twitter really delivers. https://t.co/NWdfgBr5Ga
— Neroli Meadows (@Neroli_M_FOX) May 16, 2019
એક યૂઝરે તો ટ્વિટમાં લખ્યું હતું કે, એમના અંગે વાત ન કરો કારણ કે તમે તો સરફરાજ અહમદની કારકિર્દીની બરોબરીમાં પણ નથી. કોહલીના એક ફેને હોજ સામે હુમલો કરતાં કહ્યું હતું કે, તમારા જેવા કેટલાંક લોકો 42 વર્ષની ઉંમરે પણ પૈસા માટે આઈપીએલ રમવી પસંદ કરો છે.Some days Twitter really delivers. https://t.co/NWdfgBr5Ga
— Neroli Meadows (@Neroli_M_FOX) May 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement