શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ હવે ફિલ્મી દુનિયામાં કરશે ડેબ્યૂ, જાણો કોની ફિલ્મમાં દેખાશે
ઇરફાન પઠાણે ભારત તરફથી 29 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 100 વિકેટો ઝડપી છે. સાથે 1105 રન પણ બનાવ્યા છે
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ ક્રિકેટની બહાર હવે નવી ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યો છે. આ ઇનિંગમાં તે ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કરવાનો છે. આ અંગેનુ તેને એક ટ્વીટ કર્યુ છે. તેના પરથી સમજી શકાય છે કે તે ટુંક સમયમાં મોટા પદડા પર દેખાશે.
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં કૉમેન્ટેટર તરીકે દેખાઇ રહેલા ઇરફાન પઠાણે એક ટ્વીટ કર્યુ છે, જેમાં તેને લખ્યુ છે કે તે એક્ટિંગ ડેબ્યૂ કરશે, તે દક્ષિણ ભારતની ફિલ્મથી ડેબ્યૂ કરશે, અને સુપરસ્ટાર વિક્રમ તેનો સહ-કલાકાર હશે. આ ફિલ્મને અજય જ્ઞાનમુથુ ડાયરેક્ટ કરશે. અજયે આ પહેલા ડેમોન્ટે કૉલોની જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી ચૂક્યા છે.
વીડિયો પૉસ્ટ કરીને ઇરફાન પઠાણે લખ્યું છે કે, -New venture,new challenge looking forward to it.
ઉલ્લેખનીય છે કે, ઇરફાન પઠાણે 2012માં બાદ કોઇ ઇન્ટરનેશનલ મેચ નથી રમી, તેને છેલ્લી મેચ 2જી ઓક્ટોબર, 2012ના દિવસે શ્રીલંકા વિરુદ્ધ ટી20 રમી હતી. ઇરફાન પઠાણે ભારત તરફથી 29 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 100 વિકેટો ઝડપી છે. સાથે 1105 રન પણ બનાવ્યા છે. એક સદી અને છ અડધીસદી પણ સામેલ છે. ઇરફાન પઠાણે 102 વનડે અને 24 ટી20 મેચો પણ રમી છે.New venture,new challenge looking forward to it @AjayGnanamuthu @iamarunviswa @7screenstudio @arrahman @Lalit_SevenScr #ChiyaanVikram58 @sooriaruna @proyuvraaj @LokeshJey@VishalSaroee pic.twitter.com/yZ99OZyJrl
— Irfan Pathan (@IrfanPathan) October 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion