Cristiano Ronaldo: સાઉદીમાં રોમેન્ટિક ડેટ પર પોતાની ગર્લફ્રેન્ડને કિસ કરતો જોવા મળ્યો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, શું લેવામાં આવશે એક્શન?
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝે તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે
Cristiano Ronaldo: પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાઉદી અરેબિયાને ઘણો પસંદ કરે છે. રોનાલ્ડો સાઉદીની ફૂટબોલ ક્લબ અલ-નાસર સાથે જોડાયા ત્યારથી જ ચર્ચામાં છે. આ દિગ્ગજ ફૂટબોલરની દરરોજ નવી તસવીરો વાયરલ થઈ રહી છે. હવે રોનાલ્ડોની રોમેન્ટિક ડિનરની તસવીર વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝે તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે લખ્યું છે 'ડિનર વિથ લવ'. રોડ્રિગ્ઝે પોસ્ટ કરેલા ફોટામાં જોઈ શકાય છે કે રોનાલ્ડો તેને કિસ કરી રહ્યો છે. રોડ્રિગ્ઝે તેના ઈન્સ્ટાગ્રામ પર કુલ પાંચ ફોટા પોસ્ટ કર્યા છે. જેમાં બંને એકબીજા સાથે એન્જોય કરી રહ્યા છે તે જોઈ શકાય છે. આ તસવીરો વાયરલ થયા બાદ હવે સાઉદી અરેબિયાની સરકાર રોનાલ્ડો પર કાર્યવાહી કરશે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. નોંધનીય છે કે અરેબિયામાં ઈસ્લામિક કાયદા અનુસાર, જાહેર સ્થળોએ કોઈપણ પ્રકારની 'અશ્લીલ' હરકત પર પ્રતિબંધ છે.
આ પહેલા પણ સાઉદી અરેબિયામાંથી રોનાલ્ડોની ગર્લફ્રેન્ડના ઘણા ફોટા જોવા મળ્યા છે. ઘણી વખત તે શોપિંગ કરતી જોવા મળે છે. ઉપરાંત, ઘણી વખત રોનાલ્ડો તેના પરિવાર સાથે ફરતો જોવા મળે છે. ડિનરની તસવીર જોઈને એ પણ અંદાજ લગાવી શકાય છે કે આ સ્ટાર ફૂટબોલર પોતાના પરિવાર સાથે છે.
રોનાલ્ડો માટે દેશના નિયમો બદલાયા
નોંધપાત્ર રીતે, સાઉદી અરેબિયામાં કપલ લગ્ન વિના સાથે રહી શકતા નથી, પરંતુ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે આ નિયમ બદલાયો હતા. તેને તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝ સાથે રહેવાની છૂટ છે. આ સાથે તેને તેની ગર્લફ્રેન્ડ સાથે ફરવાની સ્વતંત્રતા છે. આ જ કારણ છે કે તેની ગર્લફ્રેન્ડ સાથે રહેવા સિવાય રોનાલ્ડો સાઉદીમાં ખૂબ જ મસ્તી કરી રહ્યો છે.
FIFA વર્લ્ડ કપ 2022માં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. તેની રાષ્ટ્રીય ટીમ પોર્ટુગલને ફિફા વર્લ્ડકપ 2022ના ક્વાર્ટર ફાઇનલ સ્ટેજમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
રોનાલ્ડો-મેસ્સીની ટક્કર
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી ફરી એકવાર આમને-સામને થશે જેને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. વાસ્તવમાં, બંને સાઉદી અરેબિયાના રિયાધ શહેરમાં એકબીજા સામે ટકરાશે. મેસ્સી ફૂટબોલ ક્લબ પેરિસ સેન્ટ જર્મન વતી રમે છે અને આ ક્લબ આ અઠવાડિયે સાઉદી અરેબિયાના પ્રવાસે છે જ્યાં PSG અને રિયાધ ST-11 સામે મેચો યોજાવાની છે. આ મેચમાં રોનાલ્ડો રિયાધ તરફથી મેસ્સી સામે રમતા જોવા મળશે.