આ ટ્વીટના કારણે સચિન તેંદુલકરના ફેન્સ ભડકી ગયા અને તેમને સીએસકેને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક ફેન્સે કહ્યું કે, ચેન્નાઇની ટીમને લાઇફ ટાઇમ માટે આઇપીએલમાંથી બેન કરી દેવી જોઇએ, તો વળી કેટલાકે તેના ટ્વીટર હેન્ડલને બેન કરવાની વાત કહી હતી.
2/6
સચિન તેંદુલકરને લઇને આઇપીએલની ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે એક ટ્વીટ કર્યું જે સચિનના ફેન્સને અપનાન જેવું લાગ્યું હતું.
3/6
ચેન્નાઇ સુપર કિંગ્સના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી એક ફોટો પૉસ્ટ કરવામાં આવ્યો અને તે ફોટામાં સચિન અને રૈના એકસાથે દેખાતા હતા. આ તસવીર પર એક કેપ્શન લખવામાં આવ્યું છે. તેને લઇને સોશ્યલ મીડિયા પર સચિનના ફેન્સે સીએસકેને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધું હતું.
4/6
5/6
આ ફોટાના કેપ્શનમાં સચિન અને રૈનાને રમેશ અને સુરેશના કેપ્શનની સાથે પૉસ્ટ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સચિન તેંદુલકરના પિતાનું નામ રમેશ તેંદુલકર હતું, જેના કારણે સચિનનું આખુ નામ સચિન રમેશ તેંદુલકર છે.
6/6
નવી દિલ્હીઃ સચિન તેંદુલકરને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. ભારતમાં જે રીતે ભગવાનની પૂજા થયા છે ઠીક એવી જ રીતે ક્રિકેટના ફેન્સ સચિન તેંદુલકરને સમ્માન આપે છે. સચિનના ફેન્સને ક્યારેય એ સહન નથી થતું કે કોઇ માસ્ટર બ્લાસ્ટરનું અપમાન કરે, પણ આવું થઇ ગયું.