Diamond League: ઝુરિચ ડાયમંડ લીગમાં નીરજ ચોપડા ન જીતી શક્યો ગોલ્ડ, સિલ્વર મેડલથી માનવો પડ્યો સંતોષ
Zurich Diamond League 2023: નીરજ ચોપરા ઝુરિચ ડાયમંડ લીગમાં સુવર્ણ ચંદ્રક જીતવામાં સહેજ ચૂકી ગયો. તે 85.71 મીટરના થ્રો સાથે બીજા ક્રમે રહ્યો હતો અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
Neeraj Chopra, Zurich Diamond League 2023: ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાને ઝ્યુરિચ ડાયમંડ લીગમાં સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો હતો. ડાયમંડ લીગના આ તબક્કામાં પણ થોડા દિવસો પહેલા બુડાપેસ્ટમાં એથ્લેટિક્સ વર્લ્ડ કપમાં 88.17 મીટરમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ પાસેથી દરેકને ગોલ્ડ મેડલની અપેક્ષા હતી, પરંતુ નીરજને માત્ર સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો હતો.
નીરજ ચોપરાએ ઝ્યુરિચ ડાયમંડ લીગમાં 85.71 મીટરનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો હતો. આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર ચેક રિપબ્લિકના જેકબ વાડલેચે 85.86 મીટરનો થ્રો કર્યો હતો. આ ઈવેન્ટમાં નીરજે તેના પહેલા 3 પ્રયાસમાં ફાઉલ કર્યો હતો. તેના ચોથા પ્રયાસમાં નીરજે 85.22 મીટરનો થ્રો કર્યો હતો.
આ પછી નીરજે પાંચમા પ્રયાસમાં ફરી ફાઉલ કર્યો. હવે નીરજ તેના છેલ્લા પ્રયાસમાં 85.71 મીટર ફેંકીને બીજા સ્થાને આવવામાં સફળ રહ્યો. આ પહેલા નીરજે દોહા અને લુસાનમાં યોજાયેલી ડાયમંડ લીગ લેગ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે નીરજે ડાયમંડ લીગની ફાઈનલ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે.
8⃣5⃣.7⃣1⃣m - Another Neeraj Chopra 🚀
— JioCinema (@JioCinema) August 31, 2023
The Men's Javelin Throw World Champion 💪🏻 sealed qualification for the #DiamondLeague final in Eugene 🔥
Keep watching #WandaDiamondLeague on #JioCinema & #Sports18 ✨ pic.twitter.com/K5S8hhTHdb
ડાયમંડ લીગની ફાઈનલ 16 સપ્ટેમ્બરથી અમેરિકામાં રમાશે
ડાયમંડ લીગની ફાઇનલ મેચ 16 અને 17 સપ્ટેમ્બરે અમેરિકાના યુજેનમાં રમાશે. ગત વખતે નીરજે આ ઈવેન્ટ જીતી હતી. આ 6 ટોચના ભાલા ફેંકનારાઓ ડાયમંડ લીગની ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ થયા છે, જેમાં નીરજ ત્રીજા સ્થાને છે. હાલમાં વેડલેચ પ્રથમ સ્થાને છે જ્યારે જર્મનીના જુલિયન વેબર બીજા સ્થાને છે.
નીરજ ડાયમંડ લીગની મોનાકો લેગ રમી શક્યો ન હતો. આ કારણે તે 23 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. નીરજ ઉપરાંત, ભારતના લાંબી કૂદના ખેલાડી મુરલી શ્રીશંકરે 7.99 મીટરના જમ્પ સાથે ડાયમંડ લીગની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
ભારત માટે એથ્લેટિક્સ તરફથી વધુ એક સારા સમાચાર આવ્યા હતા. લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે પણ ડાયમંડ લીગ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. લોંગ જમ્પર શ્રીશંકર ઝુરિચ ડાયમંડ લીગમાં પાંચમા સ્થાને રહ્યો હતો. લાંબી કૂદમાં શ્રીશંકરે 14 પોઈન્ટ સાથે ચાર તબક્કાને જોડીને ત્રીજું સ્થાન મેળવ્યું, જેના કારણે તે ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો હતો