![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IPLમાં ધમાલ મચાવતા આ ક્રિકેટરની પત્નીએ માં બન્યાના 6 મહિના બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ જીતી ઈતિહાસ રચ્યો
દીપિકા પલ્લીકલે સ્ક્વૈશની રમતમાં બે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. દીપિકાએ ગ્લાસ્ગોમાં યોજાયેલ પીએસએ વર્લ્ડ ડબલ્સ ચેમ્પિયનશિપમાં મહિલા ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
![IPLમાં ધમાલ મચાવતા આ ક્રિકેટરની પત્નીએ માં બન્યાના 6 મહિના બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ જીતી ઈતિહાસ રચ્યો Dipika Pallikal Return After Three Years In Squash With Two Gold In World Doubles Championships Dipika Pallikal Dinesh Karthik IPLમાં ધમાલ મચાવતા આ ક્રિકેટરની પત્નીએ માં બન્યાના 6 મહિના બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ જીતી ઈતિહાસ રચ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/12/94accc9355a4af2e053ea7d5636a552e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ઈન્ડિયન પ્રિમીયર લીગમાં (IPL) ધમાલ મચાવી રહેલા દિનેશ કાર્તિકની પત્નીએ ઈતિહાસ રચી દીધો છે. દિનેશ કાર્તિકની પત્ની દીપિકા પલ્લીકલે સ્ક્વૈશની રમતમાં બે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. દીપિકાએ ગ્લાસ્ગોમાં યોજાયેલ પીએસએ વર્લ્ડ ડબલ્સ ચેમ્પિયનશિપમાં મહિલા ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. દીપિકા માટે આ જીત ખુબ જ ખાસ છે કારણ કે, દીપિકા છેલ્લા 3 વર્ષથી સ્ક્વૈશની રમત નહોતી રમી અને દીપિકાએ 6 મહિના પહેલાં જ જુડવા બાળકોને જન્મ આપ્યો છે.
દીપિકાએ મક્સ્ડ ડબલ્સમાં સૌરવ ઘોષાલ અને વુમન્સ ડબલ્સમાં લાંબા સમયથી ટીમની સાથી જોશના ચિનપ્પા સાથે મળીને બંને ટાઈટલ જીતી લીધા છે. મિક્સ્ડ ડબલ્સની ફાઈનલ મેચમાં દીપિકા અને સૌરવની જોડીએ ઈંગ્લેન્ડની એડ્રિયન વાલર અને એલિસન વાટર્સની જોડીને એક તરફી મેચમાં 11-6, 11-8 થી માત આપી હતી. ત્યાર બાદ દીપિકાએ જોશના ચિનપ્પા સાથે મલીને ઈંગ્લેન્ડની સારા જેન પેરી અને વાટર્સને હરાવ્યા હતા. આ મુકાબલો ઘણો રોચક રહ્યો હતો જેમાં ભારતીય જોડીએ છેલ્લે 11-9, 4-11 અને 11-8 પોઈન્ટ્સ સાથે જીત મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. બંને ખેલાડી તમિલનાડુની રાજધાની ચેન્નાઈના વતની છે. ગયા વર્ષે આ કપલના ઘરે જુડવા બાળકોને જન્મ થયો હતો.
IPLમાં કાર્તિકનું શાનદાર પ્રદર્શનઃ
દિનેશ કાર્તિક આ વખતે શાનદાર ફોર્મમાં છે. તે RCB માટે ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે. અત્યાર સુધી તેણે 4 મેચમાં 97 રન બનાવ્યા છે. આ દરમિયાન હરીફ ટીમનો કોઈ બોલર આ ખેલાડીને આઉટ કરવામાં સફળ રહ્યો નથી. દિનેશ કાર્તિકે પંજાબ કિંગ્સ સામે 14 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા. KKR સામેની મેચમાં તેણે 7 બોલમાં અણનમ 14 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ પછી તેણે રાજસ્થાન રોયલ્સ સામે ખૂબ જ જોરદાર ઇનિંગ રમી હતી. તેણે 23 બોલમાં 44 રન બનાવીને ટીમને જીત અપાવી હતી. મુંબઈ ઈન્ડિયન્સ સામે પણ આ ખેલાડી સાત રન બનાવીને અણનમ રહ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)