શોધખોળ કરો

546 ઓલિમ્પિક મેડલ જીતનાર આ આખા દેશને જ ઓલિમ્પિકમાંથી બેન કરવામાં આવ્યો, કારણ જાણીને ચોંકી જશો

રમતમાં ડોપિંગને કોઈ સ્થાન નથી અને ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ થનાર એથલીટ્સને કડક સજા આપવામાં આવે છે.

નવી દિલ્હીઃ એથલેટિક્સ, રમત, સ્પોર્ટ્સની દુનિયામાં ઘણી વસ્તુઓ ખૂબ જ જરૂરી હોય છે. આ જરૂરી વસ્તુઓમાં એક વસ્તુ રમતને રમતની જેમ રવાનું પણ છે એટલે કે ઇમાનદારીથી રમવું. જેમાં એ પણ સામેલ છે કે કોઈપણ એવા પદાર્થ કે રીતની મદદ ન લેવી જેથી તમને અન્ય એથલીટ્સ વિરૂદ્ધ અયોગ્ય લાભ મળે. એવા પદાર્થોને ડ્રગ્સ કહેે છે અને તેનો ઉપયોગ કરવાને ડોપિંગ. રમતમાં ડોપિંગને કોઈ સ્થાન નથી અને ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ થનાર એથલીટ્સને કડક સજા આપવામાં આવે છે. પરંતુ જો કોઈ એથલીટ્સની જગ્યાએ આખો દેશ જ ડોપિંગનો દોષી સાબિત થાય તો? એનો જવાબ ગઈકાલે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીએ રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવીને આપ્યો છે. આ નિર્ણયને પગલે હવે રશિયા આગામી વર્ષે ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિક અને 2022 બેઈઝિંગ વિંટર ઓલિમ્પિકમાં ભાગ નહી લઈ શકે. વાડાએ રશિયા પર એક ડોપિંગરોધી પ્રયોગશાળામાં ખોટા આંકડા આપવાનો આરોપ લગાવ્યો છે, અને આ કારણે તેના પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વાડાની લુસાનામાં કાર્યકારી સમિતીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રશિયા 1996 બાદથી સળંગ ઓલિમ્પિકમાં ઉતરી રહ્યું છે. ગત 20 વર્ષમાં રશિયન ખેલાડીઓએ દુનિયાને પોતાનો જોશ બતાવ્યો છે. ઓલિમ્પિકમાં રશિયાએ અત્યાર સુધીમાં 195 ગોલ્ડ, 163 સિલ્વર અને 188 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ પહેલા ગત મહિને વાડાના તપાસકર્તાઓ અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ કહ્યું હતું કે, રશિયાના અધિકારીઓએ કેટલાક સંભવિત ડોપિંગ મામલાને છુપાવવા અને આ મામલાનો ખુલાસો કરનારા લોકો પર દોષ નાખવા માટે મોસ્કો લેબોરેટરીના ડેટાબેસમાં છેડછાડ કરી છે. આઈઓસીએ કહ્યું હતું કે, મોસ્કો લેબના ડેટામાં ખુલેલી દગાબાજી દુનિયાભરમાં ચાલી રહેલા રમતના આંદોલનનું અપમાન છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી

ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ

શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી

શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Embed widget