ઉલ્લેખનીય છે કે, બર્મિઘમ ટેસ્ટમાં સ્ટૉક્સે ઇંગ્લેન્ડની જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી, 194 રનોનો ટાર્ગેટ કરવા ઉતરેલી ભારતીય ટીમને તેની બીજી ઇનિંગમાં ચાર વિકેટ ઝડપીને હારની નજીક લાવી દીધી હતી, જેમાં કેપ્ટન વિરાટ કોહલીની પણ વિકેટ સામેલ હતી, તેને હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીને પણ પેવેલિયન ભેગા કર્યા હતા.
4/7
નોંધનીય છે કે, કોર્ટ નંબર 1માં આ સુનાવણી સાત દિવસ સુધી ચાલી શકે છે. આ ઘટના બાદ સ્ટૉક્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો અને તેના કારણે તે એશીઝ પણ ન હતો રમી શક્યો, જેના કારણે ઓસ્ટ્રેલિયા 4-0 થી જીત્યું હતું.
5/7
શું હતો મામલોઃ-- ગયા સપ્ટેમ્બરમાં બ્રિસ્ટલના એક નાઇટક્લબની બહાર સ્ટૉક્સની એક વ્યક્તિ સાથે લડાઇ થઇ ગઇ હતી, ત્યારબાદ તે વ્યક્તિની આંખની નજીકનું હાકડું તુટી ગયું હતું. આ કેસમાં કોર્ટ સ્ટૉક્સ સામે સુનાવણી કરવાની છે.
6/7
ઇંગ્લેન્ડે બીજી ટેસ્ટ મેચ માટે ટીમમાં બે ફેરફારો કરીને સ્ટૉક્સ અને ડેવિડ મલાનની જગ્યાએ ક્રિસ વોક્સ અને ઓલી પોપને સામેલ કર્યા છે. સ્ટૉક્સનું ના રમવું ઇગ્લેન્ડ માટે મોટો ઝટકો સાબિત થશે, તે બ્રિસ્ટલ મારપીટ કેસની સુનાવણીના કારણે મેચમાં નથી રમી શકવાનો. આના કારણે તેની જગ્યાએ ઓલરાઉન્ડર વોક્સને ટીમમાં જગ્યા મળી છે.
7/7
લંડનઃ ઇંગ્લેન્ડને પહેલી ટેસ્ટ મેચમાં ભારત સામે 31 રનોથી રોમાંચક જીત અપાવનારો ઓલરાઉન્ડર ઇંગ્લિશ ખેલાડી બેન સ્ટૉક્સ બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે બીજી ટેસ્ટ મેચ 9મી ઓગસ્ટથી શરૂ થઇ રહી છે.