શોધખોળ કરો
Advertisement
આ ખેલાડીએ પોતાના જ દેશ સામે ઝડપી પાંચ વિકેટ, બનાવ્યો અનોખો રેકોર્ડ
વર્ષ 2000માં ઈંગ્લેન્ડ તરફથી અંડર-19 વર્લ્ડકપમાં રમનારો મુર્તઘ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે પોતાની બોલિંગથી રોરી બર્ન્સ, જેસન રોય, બેયરસ્ટો, મોઈન અલી અને ક્રિસ વોક્સની વિકેટ લઈ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું.
લોર્ડ્સઃ ICC વર્લ્ડકપ જીત્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટ રમવા ઉતરતાં જ તેમના હોશ ઉડી ગયા હતા. બુધવારે લોર્ડ્સમાં આયર્લેન્ડ સામેની ચાર દિવસીય ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડની ટીમ 23.4 ઓવરમાં માત્ર 85 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
મેચના પ્રથમ દિવસે જો રૂટની કેપ્ટનશિપ હેઠળની ઈંગ્લેન્ડ ટીમે 15 ઓવરમાં 43 રનમાં જ 7 વિકેટ ગુમાવી દીધી હતી. આયર્લેન્ડના ટિમ મુર્તઘે 9 ઓવરમાં 2 મેડન નાંખી 13 રન આપી 5 વિકેટ લીધી હતી. માર્ક આદિરે 3 તથા રેન્કિને 2 વિકેટ લીધી હતી. આયર્લેન્ડની ટીમ પણ 207 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. એક જ દિવસમાં 20 વિકેટ પડી હતી.
વર્ષ 2000માં ઈંગ્લેન્ડ તરફથી અંડર-19 વર્લ્ડકપમાં રમનારો મુર્તઘ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે પોતાની બોલિંગથી રોરી બર્ન્સ, જેસન રોય, બેયરસ્ટો, મોઈન અલી અને ક્રિસ વોક્સની વિકેટ લઈ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું.Tim Murtagh picked up the most economical five-wicket haul at Lord's! Can he add to his tally today? 👀 pic.twitter.com/56kT4kzT9l
— ICC (@ICC) July 25, 2019
મુર્તઘ મૂળ ઇંગ્લેન્ડનો જ છે. તેનો જન્મ લંડનમાં થયો હતો અને 1999માં ઇંગ્લેન્ડ માટે અંડર-19 વર્લ્ડકપ પણ રમી ચૂક્યો છે. જોકે તે પછી ડોમેસ્ટિક ક્રિકેટમાં સારા દેખાવ છતાં ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડે સતત અવગણના કરતા તે આયર્લેન્ડ શિફ્ટ થયો હતો. તેના દાદા-દાદી ત્યાં રહેતા હોવાથી તે આયર્લેન્ડ માટે ક્વોલિફાય થયો હતો. થોડા મહિના રાહ જોયા પછી તે તેમની ટીમમાં કાયમી ખેલાડી બન્યો હતો.Tim Murtagh claimed a magical five-for to put Ireland in dreamland, before England roared back in the final session to leave the historic 🏴 v ☘️ Test finely poised heading into day two.#ENGvIRE REPORT 👇https://t.co/vLSfg3UOtQ
— ICC (@ICC) July 24, 2019
38 વર્ષીય મુર્તઘ લોર્ડ્સ ખાતે પહેલી વાર 2004માં કાઉન્ટી ક્લ્બ સરે માટે રમ્યો હતો. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 23.98ની એવરેજથી 291 વિકેટ લીધી છે. તેણે કહ્યું કે મને ખબર છે કે આ ગ્રાઉન્ડ ઉપર કઈ રીતે બોલિંગ કરવાની છે. મેં અહીંયા ઘણો સમય પસાર કર્યો છે. બોલ બંને તરફ મુવ થઇ રહ્યો હતો અને હું તેનો ફાયદો ઉઠાવી શક્યો તેનાથી ખુશ છું. અમદાવાદ સહિત રાજયમાં કઈ કઈ જગ્યા થઈ મેઘમહેર, જાણો વિગત PM મોદી ક્યારે આવશે ગુજરાતની મુલાકાતે ? જાણો વિગત85 ALL OUT!
It's been a dreamlike morning for Ireland. Five wickets for the brilliant Murtagh, three for Adair and Rankin with two. FOLLOW #ENGvIRE 👇 https://t.co/fyHbjx2IoF pic.twitter.com/qNVtXl40VX — ICC (@ICC) July 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement