શોધખોળ કરો
પ્રથમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયા કરતાં વધારે રન બનાવ્યા છતા કેમ હાર્યું? જાણો વિગતે

1/4

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પ્રથમ ટી20માં ભારતની 4 રને હાર થઈ હતી. જોકે ભારતની હારને લઈને ફેન્સ હેરાન છે કે ટીમ ઇન્ડિયાનો સ્કોર ઓસ્ટ્રેલિયા કરતાં વધારે હતો તો પણ હારી કેવી રીતે ગયું. વાત એમ છે કે ઓસ્ટ્રેલિયાએ 17 ઓવરમાં 158 રન બનાવ્યા હતા, જ્યારે ભારતે 169 રન બનાવ્યા બાદ પણ 4 રને મેચ હારી ગયું હતું. જોકે આ બધું ડકવર્ષ લુઈસ નિયમને કારણે થયું હતું.
2/4

આ મામલે ભારતના પૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીએ ટ્વીટ કરતા લખ્યુ, "રમત પુરી થયા પછી મારો પુત્ર મારી પાસે આવ્યો અને મને પૂછ્યુ, 'ઓસ્ટ્રેલિયા કરતા 11 રન વધુ કર્યા છતાં ભારત કેમ હાર્યું? મે તેને ડકવર્થ-લુઇસનો નિયમ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જેનો ટાર્ગેટ આપવા માટે ઉપયોગ થયો હતો. આગળ તે પૂછે છે, "તમે મને કેવી રીતે ગણતરી કરવી તે જણાવી શકો છો?" મે જાતે વિચાર્યું અને સમજ્યું કે ક્રિકેટ રમાય છે તેટલા વર્ષોથી ક્રિકેટર્સ પણ આ વાત સમજી શક્યા નથી કે તે (ડીએલએસ મેથડથી) કેલક્યુલેટ કઈ રીતે કરવામાં આવે છે. હવે અમે ક્રિકેટ રમેલા લોકો જ નથી સમજી શકતા તો એ કઈ રીતે માની લેવામાં આવે કે ફેન્સ તે સમજતા હશે. આપણે ક્રિકેટને વિશ્વ સ્તરીય કઈ રીતે બનાવવા માગીએ છીએ? નિયમો સરળ હોવા જોઈએ.
3/4

ડકવર્થ-લુઇસ નિયમ (D/L Method) બે અંગ્રેજ આંકડાના જાણકાર ફ્રેન્ક ડકવર્થ અને ટોની લુઇસના નામ પર રાખવામાં આવ્યુ છે. બન્નેની સરનેમને જોડીને ડકવર્થ-લુઇસના નિયમની શરૂઆત થઇ. ક્રિકેટમાં આ મેથડ લાગુ થયા બાદ તેને ચોક્કસ માનવામાં આવે છે અને આજે પણ તેનો ઉપયોગ થાય છે.
4/4

જોકે, શરૂઆતમાં આ મેથડ પર વિવાદ પણ થયો હતો. કોઇ પણ લિમિટેડ ઓવરની મેચ (ટી-20, વન ડે)માં આ નિયમની ગણતરી બન્ને ટીમ પાસે રન બનાવવામાં ઉપયોગ થનારા બે સ્ત્રોત વિકેટ અને ઓવરના આધાર પર કરવામાં આવે છે. આ નિયમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા માન્યતા પ્રાપ્ત છે. આ નિયમ હેઠળ ઘટાડવામાં આવેલી ઓવરમાં નવો પડકાર આપવામાં આવે છે.
Published at : 23 Nov 2018 08:09 AM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement