IPLમાં 153 કિલોમીટરની ઝડપે બોલ ફેંકનાર આ 21 વર્ષના ફાસ્ટ બોલરને ટીમ ઈન્ડિયામાં લેવાયો, જાણો શું ભૂમિકા ભજવશે ?
ઉમરાન મલિકે સનરાઈઝ હૈદરાબાદ વતી રમતાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 152.95 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સીઝન 14માં સૌથી ફાસ્ટ બોલ ફેંક્યો હતો.
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સૌથી ફાસ્ટ બોલ ફેંકીને સૌને પ્રભાવિત કરનારા ઉમરાન મલિકને ટીમ ઈન્ડિયામાં જગા મળી છે. ઉમરાન મલિકને ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં નેટ બોલર તરીકે પસંદ કરાયો છે. ટી-20 વર્લ્ડકપ દુબઈ અને ઓમાનમાં રમાવાનો છે. ઉમરકાન મલિકને ટી-20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમ સાથે જોડાવ દુબઈ અને ઓમાન જવા કહી દેવાયું છે. ઉમરાન મલિક સનરાઈઝ હૈદરાબાદ વતી રમ્યો હતો કે જે પ્લ-ઓફમાં નથી તેથી ઉમરાન મલિકે અત્યારથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
ઉમરાન મલિકે સનરાઈઝ હૈદરાબાદ વતી રમતાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 152.95 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સીઝન 14માં સૌથી ફાસ્ટ બોલ ફેંક્યો હતો. ઈનિંગ્સની નવમી ઓવરમાં ચોથો બોલ ઉમરાને 152.95 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો કે જેનો સામનો દેવદત્ત પડિક્કલે કર્યો હતો.
કાશ્મીરનો ઉમરાન મલીક ભારતનો અત્યાર સુધીનો સૌથી ઝડપી બોલર છે. ઉમરાન 153 કિલોમીટર પ્રતિ કાલકની સ્પિડે બોલ ફેંકી શકે છે. 21 વર્ષિય બોલર મલિક આઈપીએલમાં ઝડપી બોલિંગની પ્રતિભા બતાવીને વિરાટ કોહલીને પણ પ્રબાવિત કર્યો છે. ઉમરાને RCBના વિકેટકીપર કેએસ ભરતને આઉટ કરીને પોતાની પહેલી વિકેટ મેળવી હતી.
ઉમરાન મલિકનો જન્મ 22 નવેમ્બર, 1999ના રોજ શ્રીનગરમાં થયો હતો. ઉમરાન મલિક જમ્મુ-કાશ્મીર તરફથી ઘરેલુ ક્રિકેટ રમે છે. ઉમરાને આ વર્ષે જાન્યુઆરીમાં પોતાના રાજ્ય માટે પ્રથમ ટી-20 મેચ રમી હતી જ્યારે તે રેલવે ટીમ સામે મેદાન પર ઉતર્યો હતો. તે મેચમાં ઉમરાને 24 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
કાશ્મીરના આ બોલરે ક્રિકેટ ચાહકોનાં દિલ જીતી લીધાં છે. સોશિયલ મીડિયામાં તેની ભરપૂર પ્રશંસા થઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ઈનિંગ્સની 9મી ઓવરમાં મલિકે સતત પાંચ બોલ 150 કિલોમીટર પ્રતિ કલાકની સ્પિડે નાખ્યાં હતા. મલિક ઓવરનો ચોથો બોલ પર 153 કિલોમીટર પ્રતિ કલાકની સ્પિડે બોલ ફેંકીને ફાસ્ટેટ બોલ ઓફ ધ IPL-14 ફેંકનાર બોલર બન્યો હતો. આ સીઝનમાં ભારતીય બોલર સાથે વિદેશી બોલરોમાં પણ તે ફાસ્ટ બોલની યાદીમાં પ્રથમ ક્રમાંકે છે.