![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
FIFA WC 2022: વર્લ્ડકપ ફાઇનલમાં મેસ્સીનો મેજિક, રોમાંચક ફાઇનલમાં શું હતુ ખાસ મૉંમેન્ટ્સ, જાણો અહીં.....
મેચમાં કેટલાય એવા મૉમેન્ટ્સ જોવા મળ્યા જે ફેન્સની સમજમાં જ ના આવી શકે, લોકો વિચારતા હતા કે આ મેચમાં છેવટે કોણી જીત થશે.
![FIFA WC 2022: વર્લ્ડકપ ફાઇનલમાં મેસ્સીનો મેજિક, રોમાંચક ફાઇનલમાં શું હતુ ખાસ મૉંમેન્ટ્સ, જાણો અહીં..... FIFA WC 2022: argentina won world cup after 36 years to beat france in the final match FIFA WC 2022: વર્લ્ડકપ ફાઇનલમાં મેસ્સીનો મેજિક, રોમાંચક ફાઇનલમાં શું હતુ ખાસ મૉંમેન્ટ્સ, જાણો અહીં.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/19/aff74396131ee2c636d6f5b26da4833a167142329359977_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
FIFA WC Final 2022 Special Moments: ફિફા વર્લ્ડકપ 2022ની ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો. આ મેચ પેનલ્ટી શૂટઆઉટ સુધી પહોંચી અને ત્યાં લિયૉનેલ મેસ્સી (Lionel Messi)ની ટીમ આર્જેન્ટિનાએ બાજી મારી લીધી. 36 વર્ષ બાદ ફરીથી એકવાર આર્જેન્ટિનાની ટીમેફિફા વર્લ્ડકપ પોતાના નામે કર્યો, મેચમાં કેટલાય એવા મૉમેન્ટ્સ જોવા મળ્યા જે ફેન્સની સમજમાં જ ના આવી શકે, લોકો વિચારતા હતા કે આ મેચમાં છેવટે કોણી જીત થશે. પરંતુ અંતે આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડકપ 2022 પોતાના નામે કરી લીધો. છેલ્લુ પેનલ્ટી શૂટઆઉટ આર્જેન્ટિનાના પક્ષમાં આવ્યુ અને તેને આ રોમાંચક ફાઇનલ મેચ જીતી લીધી. જાણો મેચમાં સ્પેશ્યલ મૉમેન્ટ્સ.......
ફિફા વર્લ્ડકપ 2022 ફાઇનલ મેચનો રોમાંચ -
ફાઇનલ મેચના પહેલા હાફમાં આર્જેન્ટિનાનું પલડુ ભારે જોવા મળ્યુ, આર્જેન્ટિનાએ કમાલની રમત બતાવી. તેને પહેલા હાફમાં જ બે ફટકારી દીધા. ટીમ માટે પહેલો ગૉલ કેપ્ટન અને મહાન ફૂટબૉલર લિયૉનેન મેસ્સીએ 23મી મિનીટમાં કર્યો, વળી, ડી. મારિયાએ 36મી મિનીટમાં ગૉલ કરીને ટીમને 2-0થી લીડ અપાવી દીધી હતી.
બીજા હાફમાં ફ્રાન્સના સ્ટાર પ્લેૉયર કાઇલિન એમબાપ્પેની દમદાર રમત જોવા મળી. તેને 80મી અને 81મી મિનીટ એટલે કે 90 સેકન્ડથી ઓછા અંતરમાં બે ગૉલ કરી દીધા અને મેચમાં 2-2થી બરાબરી કરી લીધી.
વળી, 90+7 ની બાદ પણ જ્યારે સ્કૉર 2-2ની બરાબરી પર હતો, તો બન્ને ટીમોને 15-15 મિનીટનો એક્સ્ટ્રા ટાઇમ આપવામાં આવ્યો, એક્સ્ટ્રા ટાઇમની 108મી મિનીટમાં લિયૉનેન મેસ્સી અને 118મી મિનીટમાં કાઇલિન એમબાપ્પેએ ગૉલ કરી દીધો. આ ગૉલની સાથે જ એક્સ્ટ્રા ટાઇમ પછી પણ મેચ 3-3ની બરાબરી પર રહી હતી, આ પછી પેનલ્ટી શૂટઆઉટ કરવામાં આવ્યુ.
પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ મારી બાજી -
ફ્રાન્સની ટીમે પહેલો ગૉલ કર્યો.
આર્જેન્ટિનાએ પણ પહેલો ગૉલ ફટકાર્યો.
બીજા મોકા પર ફ્રાન્સ ગૉલ કરવાથી ચૂક્યુ.
આર્જેન્ટિનાએ બીજી મોકા પર પણ ગૉલ કર્યો.
ફ્રાન્સ ત્રીજા મોકા પર પણ ગૉલ ના કરી શક્યુ.
આર્જેન્ટિનાએ ત્રીજા ગૉલ કર્યો.
ફ્રાન્સે ચોથો ગૉલ કર્યો.
આર્જેન્ટિનાએ સતત ચોથો ગૉલ કરીને ફિફા વર્લ્ડકપ 2022 પોતાના નામે કરી લીધો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)