FIFA WC 2022 Qatar: મોરક્કો પ્રી-ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલીફાઈ, રોમાંચક મુકાબલામાં કેનેડાને 2-1થી હરાવ્યું
મોરક્કોએ રોમાંચક મુકાબલામાં કેનેડાને 2-1થી હરાવ્યું છે. મોરક્કોએ આ જીત સાથે પ્રી-ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલીફાઈ કરી લીધુ છે.
Morocco vs Canada FIFA WC 2022 Qatar: મોરક્કોએ રોમાંચક મુકાબલામાં કેનેડાને 2-1થી હરાવ્યું છે. મોરક્કોએ આ જીત સાથે પ્રી-ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલીફાઈ કરી લીધુ છે. કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022 સીઝનમાં ગુરુવારે (1 ડિસેમ્બર) ગ્રુપ-Fમાં બે મહત્વપૂર્ણ મેચો યોજાઈ હતી. ક્રોએશિયા અને બેલ્જિયમ વચ્ચે મેચ રમાઈ હતી. જ્યારે બીજી મેચ મોરોક્કો અને કેનેડા વચ્ચે થઈ હતી. બંને મેચ બાદ આ ગ્રુપની બે ટીમો ક્રોએશિયા અને મોરોક્કોએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
Top of the group and into the Round of 16! 🙌
— FIFA World Cup (@FIFAWorldCup) December 1, 2022
What a feeling for Morocco 🇲🇦#FIFAWorldCup | #Qatar2022
કેનેડા સામે રમાયેલી રોમાંચક મેચમાં મોરોક્કન ટીમનો 2-1થી વિજય થયો હતો. આ જીત સાથે મોરક્કોની ટીમે 7 પોઈન્ટ સાથે પોતાના ગ્રુપ-એફમાં ટોચ પર રહીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ જીતના હીરો હકીમ ઝીચ અને યુસેફ એન-નેસરી હતા, જેમણે 1-1 ગોલ કર્યો હતો.
મોરોક્કો અને કેનેડા વચ્ચે રમાયેલી આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. મેચના પહેલા હાફમાં જ ત્રણ ગોલ થયા હતા. આમાં મોરોક્કો 2-1થી આગળ રહી હતી. મેચનો પહેલો ગોલ ચોથી મિનિટે જ થયો હતો. આ ગોલ હાકિમ જીચે કર્યો હતો. આ પછી મેચનો બીજો ગોલ પણ 23મી મિનિટે મોરોક્કન ટીમે કર્યો હતો. આ વખતે ગોલ યુસેફ એન-નેસરીએ કર્યો હતો. ત્યાં સુધી બધું બરાબર હતું, પરંતુ મોરોક્કોની એક ભૂલથી તેને મોટું નુકસાન થયું.
🇲🇦🔝 What a moment for @EnMaroc! #FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 1, 2022
વાસ્તવમાં, મેચના પહેલા હાફમાં મોરોક્કોના સ્ટાર ખેલાડી નાએફ એગ્યુર્ડે આત્મઘાતી ગોલ કર્યો હતો. જેના કારણે કેનેડાના ખાતામાં એક ગોલ જોડાયો હતો. વાસ્તવમાં, 40મી મિનિટમાં, નેફ એગ્યુર્ડે બોલને રોકવા માટે પોતાના જ ગોલ પોસ્ટમાં બોલ નાખ્યો. આ રીતે કેનેડાના ખાતામાં ગોલ જોડાઈ ગયો.
ક્રોએશિયા રાઉન્ડ 16 માટે ક્વોલિફાય
કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022 સીઝનમાં ગુરુવારે (1 ડિસેમ્બર) ગ્રુપ-Fમાં બે મહત્વપૂર્ણ મેચો યોજાઈ હતી. ક્રોએશિયા અને બેલ્જિયમ વચ્ચે મેચ રમાઈ હતી. જ્યારે બીજી મેચ મોરોક્કો અને કેનેડા વચ્ચે થઈ હતી. બંને મેચ બાદ આ ગ્રુપની બે ટીમો ક્રોએશિયા અને મોરોક્કોએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
ક્રોએશિયા અને બેલ્જિયમ વચ્ચેની મેચ કોઈપણ ગોલ વિના 0-0થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ સાથે જ વિશ્વની નંબર-2 ટીમ બેલ્જિયમ બહાર થઈ ગઈ છે. જ્યારે ક્રોએશિયાએ નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.