(Source: ECI/ABP News/ABP Majha)
FIFA WC 2026: ફિફાએ આગામી વર્લ્ડકપ માટે બદલી યોજના, હવે 4-4 ટીમોના હશે 12 ગ્રુપ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?
ઉત્તર અમેરિકામાં યોજાનાર FIFA વર્લ્ડ કપ 2026 માટેની યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે
FIFA WC 2026 Format: ઉત્તર અમેરિકામાં યોજાનાર FIFA વર્લ્ડ કપ 2026 માટેની યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ફિફાએ મંગળવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે આગામી વર્લ્ડ કપમાં 4-4 ટીમોના 12 જૂથ હશે. અગાઉ 3-3 ટીમોના 16 ગ્રુપ બનાવવાની યોજના હતી. FIFA એ નિવેદનમાં કહ્યું છે કે, 'નવું ફોર્મેટ એ સુનિશ્ચિત કરે છે કે દરેક ટીમને વર્લ્ડ કપમાં ઓછામાં ઓછી ત્રણ મેચ રમવાની તક મળે અને આ મેચો પર્યાપ્ત વિરામ સાથે હોય.'
An important date for the diary 👀📆
— FIFA (@FIFAcom) March 14, 2023
The FIFA Council has confirmed when the @FIFAWorldCup 2026 final will take place – as well as the format for the first-ever 48-team edition. pic.twitter.com/fdXZkLfTvh
ઉલ્લેખનીય છે કે, FIFA વર્લ્ડ કપ 2026માં પ્રથમ વખત 48 ટીમો ભાગ લેશે. રમત જગતની આ સૌથી મોટી ટુર્નામેન્ટમાં અત્યાર સુધી માત્ર 32 ટીમો ભાગ લેતી હતી, જેને 8 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. દરેક ગ્રુપમાં ચાર ટીમો હતી અને ગ્રુપની ટોચની બે ટીમો નોક આઉટ સ્ટેજમાં પ્રવેશતી હતી.
હવે ફોર્મેટ આ પ્રમાણે હશે
FIFA એ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યોજાનાર આ વર્લ્ડ કપ માટે શરૂઆતમાં 3-3 ટીમોના ગ્રુપ બનાવવાનું નક્કી કર્યું હતું, જેમાંથી દરેક જૂથમાંથી બે ટીમો નોક-આઉટ તબક્કામાં પહોંચવાની હતી. મંગળવારે રવાંડાની રાજધાની કિગાલીમાં યોજાયેલી બેઠક બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે 4-4 ટીમોને ગ્રુપમાં રાખવામાં આવશે. આવી સ્થિતિમાં, ટોપ-2 ટીમોની સાથે શ્રેષ્ઠ-8 ત્રીજા સ્થાને રહેલી ટીમો છેલ્લા-32 રાઉન્ડમાં પહોંચશે, જ્યાંથી નોક-આઉટ સ્ટેજ શરૂ થશે.
નવા ફોર્મેટ પ્રમાણે હવે ફિફા વર્લ્ડ કપમાં કુલ 104 મેચો રમાશે. સેમિફાઇનલ અને ફાઇનલમાં પહોંચનારી ટીમો 8-8 મેચ રમશે. નોંધનીય છે કે ફિફા વર્લ્ડ કપમાં અત્યાર સુધી 64 મેચ રમાઈ હતી. 1998થી આ ટુર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લઈ રહી હતી. 1998 પહેલા ફિફા વર્લ્ડ કપમાં 24 ટીમો ભાગ લેતી હતી.
MI-W vs GG-W, Match Highlights: મુંબઈની શાનદાર જીત, ગુજરાતને 55 રને હરાવ્યું, હરમનપ્રીત કૌરની અડધી સદી
WPL, MUM vs GUJ Women’s Premier League 2023 : મહિલા પ્રીમિયર લીગની 12મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ગુજરાત જાયન્ટ્સ સામે હતો. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. મુંબઈની ટીમ પોતાની પાંચેય મેચ જીતીને ટોપ પર છે. આ સાથે જ ગુજરાતની ટીમ ચોથા સ્થાને છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 107 રન જ બનાવી શકી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 55 રનથી હરાવ્યું હતું.
મહિલા પ્રીમિયર લીગની 12મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 55 રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત જાયન્ટ્સની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 107 રન જ બનાવી શકી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમની આ સતત પાંચમી જીત હતી.
ગુજરાતની ટીમ નિર્ધારિત ઓવરમાં 9 વિકેટે 107 રન જ બનાવી શકી હતી. ગુજરાત જાયન્ટ્સ આ હાર સાથે પ્લેઑફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે. ગુજરાત તરફથી હરલીન દેઓલે સૌથી વધુ 22 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન સ્નેહ રાણાએ 20 રન કર્યા હતા. મુંબઈ તરફથી સૌથી વધુ નેતાલી સીવર અને હેલી મેથ્યૂઝે 3-3 વિકેટ ઝડપી હતી