(Source: ECI/ABP News/ABP Majha)
Japan vs Costa Rica FIFA WC: કોસ્ટા રિકાએ 8 વર્ષ બાદ જીતી વિશ્વ કપ મેચ, જાપાનને 0-1થી હરાવ્યું
ફિફા વર્લ્ડ કપમાં આજે કોસ્ટા રિકાની ટીમ જાપાન સામે હતી. આ મેચમાં કોસ્ટા રિકાએ જાપાનને 1-0થી હરાવ્યું હતું. આ સાથે જ આ જીત બાદ કોસ્ટા રિકાની રાઉન્ડ ઓફ 16માં પહોંચવાની આશા અકબંધ છે.
Costa Rica vs Japan Match Report: ફિફા વર્લ્ડ કપમાં આજે કોસ્ટા રિકાની ટીમ જાપાન સામે હતી. આ મેચમાં કોસ્ટા રિકાએ જાપાનને 1-0થી હરાવ્યું હતું. આ સાથે જ આ જીત બાદ કોસ્ટા રિકાની રાઉન્ડ ઓફ 16માં પહોંચવાની આશા અકબંધ છે. આ પહેલા જાપાનની ટીમે ગ્રુપ-ઈની પોતાની છેલ્લી મેચમાં ચાર વખતની ચેમ્પિયન જર્મનીને 2-1થી હરાવ્યું હતું, પરંતુ આ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. કોસ્ટા રિકાની વાત કરીએ તો આ ટીમ તેની છેલ્લી મેચમાં સ્પેન સામે 7-0થી હારી ગઈ હતી. જ્યારે ફિફા રેન્કિંગમાં જાપાન 24માં અને કોસ્ટા રિકા 31મા ક્રમે છે.
કોસ્ટા રિકા માટે કેશર ફુલરે સ્કોર કર્યો
આ મેચનો પ્રથમ ગોલ કોસ્ટા રિકાના કેશર ફુલરે કર્યો હતો. તેણે આ ગોલ 81મી મિનિટે કર્યો હતો. આ વર્લ્ડ કપમાં કોસ્ટા રિકાના લક્ષ્ય પર આ પહેલો શોટ હતો અને કોસ્ટા રિકા તેના પર ગોલ કરવામાં સફળ રહી હતી. તે જ સમયે, આ પહેલા બંને ટીમ હાફ ટાઈમ સુધી કોઈ ગોલ કરી શકી ન હતી. જોકે, બોલ પઝેશનની બાબતમાં કોસ્ટા રિકાની ટીમ જાપાન કરતાં સારી હતી. કોસ્ટા રિકાના બોલ પર કબજો 58 ટકા અને જાપાનનો 42 ટકા હતો. જો કે આ જીત બાદ કોસ્ટા રિકાની રાઉન્ડ ઓફ 16માં પહોંચવાની આશા અકબંધ છે.
FIFA WC 2022: મેક્સિકો સામે આર્જેન્ટિનાનો 2-0થી વિજય, મેસ્સી અને ફર્નાડેઝે કર્યા ગોલ
FIFA વર્લ્ડ કપ 2022 આર્જેન્ટિનાએ આખરે કરો યા મરોની મેચમાં મેક્સિકોને હાર આપી હતી. શનિવારે (26 નવેમ્બર) મોડી રાત્રે રમાયેલી મેચમાં આર્જેન્ટિનાએ મેક્સિકોને 2-0થી હરાવ્યું અને આગામી રાઉન્ડમાં પહોંચવાની તેની આશા જાળવી રાખી હતી. આર્જેન્ટિના તરફથી આ મેચમાં લિયોનેલ મેસ્સી અને એન્ઝો ફર્નાન્ડિઝે ગોલ કર્યા હતા. આર્જેન્ટિનાના આ વિજયે ગ્રુપ-Cમાં રાઉન્ડ ઓફ 16 રેસને રસપ્રદ બનાવી દીધી છે.
સાઉદી અરેબિયા સામે તેમની પ્રથમ મેચ હાર્યા બાદ આર્જેન્ટિના માટે તે કરો યા મરો મેચ હતી. જો મેસ્સીની ટીમ અહીં હારી ગઈ હોત તો તેના માટે રાઉન્ડ ઓફ 16ના દરવાજા સંપૂર્ણપણે બંધ થઈ ગયા હોત. ડ્રોની સ્થિતિમાં પણ તેની બહાર થવાની સંભાવના વધુ હતી. પરંતુ અહીં મેસ્સીનો જાદુ કામ કરી ગયો અને આર્જેન્ટિનાએ મહત્વની મેચ જીતી લીધી હતી.