![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહાર
રાજ્યના 155 રસ્તા બંધ...જે પૈકી 6 સ્ટેટ હાઈવે...138 પંચાયતના અને 11 માર્ગો બંધ છે....સૌથી વધુ જુનાગઢ જિલ્લાના 49 તો સુરત જિલ્લાના 35 અને નવસારી જિલ્લાના 23 રસ્તા અસરગ્રસ્ત....89 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો...જે પૈકી કચ્છ જિલ્લાના 33....જૂનાગઢ જિલ્લાના 27 અને ભાવનગર જિલ્લાના 26 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો....
ભાવનગર જિલ્લામાં બગડ નદીના પાણી ખોલી ભ્રષ્ટાચારની પોલ...બગડ નદીમાં વરસાદી પાણીની આવક થતા એક મહિના પહેલા બનેલું તરેડી ગામનું મીની નાળુ તૂટી ગયું...જેના કારણે તરેડી ગામ સંપર્ક વિહોણું બન્યું....
ભાવનગરના મહુવા અને તળાજા તાલુકાના ગામને જોડતા દાઠા ગામ પાસે બગડ નદીમાં પૂર આવ્યું અને નિર્માણાધિન પુલનો લોખંડનો ગર્ડર જ તણાઈ ગયો...દાઠા ગામનો પુલ વિવાદમાં રહ્યો છે... છેલ્લા અઢી વર્ષથી કામ ચાલી રહ્યું છે... સાડા પાંચ કરોડના ખર્ચે બની રહેલો આ પુલ 25થી વધુ ગામોને જોડશે... પણ નબળું બાંધકામ હોવાના આરોપ લાગી રહ્યા છે....
મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ધૂળકોટથી કોયલી ગજડી ગામ જવાના રસ્તે 3 વર્ષ પહેલા બનેલી પુલની દિવાલ ધરાશાયી છઈ....150 ફૂટ લાંબી દિવાલ પૈકી અડધો અડધ દિવાલ ધરાશાયી થતા મોટા વાહનો નીકળવાનું બંધ થયું....જ્યારે નાના વાહનોને સાવચેતી પૂર્વક પસાર થવા સૂચના અપાઈ છે....
![Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/c5d95274dce631917b630a22a40b92b717201107349371012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)