FIFA World Cup 2022: FIFA World Cupમાં રોમાન્સ, ખેલાડીએ મેચ જીતતા જ ગર્લફ્રેન્ડને કરી KISS
કતારમાં રમાઇ રહેલા ફીફા વર્લ્ડ કપ 2022માં ધીમે ધીમે રાઉન્ડ-16નું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે
કતારમાં રમાઇ રહેલા ફીફા વર્લ્ડ કપ 2022માં ધીમે ધીમે રાઉન્ડ-16નું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. મંગળવારે મોડી રાત્રે ઇંગ્લેન્ડ અને વેલ્સ વચ્ચેની મેચ રમાઇ હતી. આ મેચમાં ઇંગ્લેન્ડે 3-0થી જીત મેળવી હતી. આ સાથે ઈંગ્લેન્ડ ફિફા વર્લ્ડ કપના રાઉન્ડ 16માં પહોંચી ગયું છે. ખેલાડીઓએ તેમના પાર્ટનર્સ સાથે ભવ્ય વિજયની ઉજવણી કરી હતી.
વેલ્સ સામેની મેચ બાદ ઇંગ્લેન્ડના ખેલાડીઓ સ્ટેન્ડમાં તેમના પાર્ટનર્સ સાથે જોવા મળ્યા હતા. અહીં જેક ગ્રેઇશ તેની ગર્લફ્રેન્ડ સાશા એટવુડને ભેટી પડ઼્યો હતો જ્યારે બુકાયો સાકા પણ તેની ગર્લફ્રેન્ડને ભેટી પડે છે.
ઇંગ્લેન્ડના ગોલકીપર એરોન રેમ્સડેલે તેની પાર્ટનર જ્યોર્જીના ઇર્વિનને સ્ટેન્ડમાં કિસ કરી હતી. ઈંગ્લેન્ડ ટીમના અન્ય ખેલાડીઓ પણ પરિવાર સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. નોંધનીય છે કે ઈંગ્લેન્ડ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી 3 મેચ રમ્યું છે જેમાંથી 2 જીતી છે અને 1 મેચ ડ્રો રહી છે.
England hit three and finish top of Group B 🏴
— FIFA World Cup (@FIFAWorldCup) November 29, 2022
Job done 👏 #FIFAWorldCup | #Qatar2022
માર્કસ રશફોર્ડના બે ગોલ અને ફિલ ફોડેનના એક ગોલની મદદથી ઈંગ્લેન્ડે વેલ્સને 3-0થી જીતીને ફિફા વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો. ઇંગ્લેન્ડના કોચ ગેરેથ સાઉથગેટે ગ્રુપ Bમાં ટીમની અંતિમ મેચ માટે બંને ખેલાડીઓને પ્રારંભિક લાઇનઅપમાં રાખવાનું નક્કી કર્યું અને તેઓ અપેક્ષાઓ પર ખરા ઉતર્યા હતા અને એક સાથે ત્રણ ગોલ કર્યા હતા. રશફોર્ડે 50મી અને 68મી મિનિટે બે ગોલ કર્યા હતા જ્યારે ફોડેને 51મી મિનિટે ગોલ કર્યા હતા.
ગ્રુપમાં ટોચના સ્થાને રહેલી ઈંગ્લેન્ડ હવે રવિવારે રાઉન્ડ ઓફ 16માં સેનેગલ સામે ટકરાશે. 64 વર્ષમાં પ્રથમ વર્લ્ડ કપ રમીને વેલ્સ તેમના ગ્રુપમાં છેલ્લા સ્થાનેથી બહાર થઈ ગઈ હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જૂથમાં બીજા સ્થાને રહ્યું, જેનો સામનો હવે નેધરલેન્ડ્સ સાથે થશે, જ્યારે ઈરાન ત્રીજા સ્થાનેથી બહાર થઈ ગયું.
FIFA WC 2022 Qatar: સેનેગલ રાઉન્ડ 16 માટે ક્વોલિફાઇડ, ઇક્વાડોર સામે 2-1થી મેચ જીતી
FIFA WC 2022: ફીફા વર્લ્ડ કપ 2022માં આજે સેનેગલ અને ઈક્વાડોર વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં સેનેગલે ઈક્વાડોરને 2-1થી હરાવ્યું હતું. આ બે મેચના પરિણામ બાદ ગ્રુપ-Aમાંથી નેધરલેન્ડ અને સેનેગલ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ચૂક્યા છે. આ ટુર્નામેન્ટમાં ઈક્વાડોર એક મેચ જીત્યું હતું. જેમાં માત્ર કતારનો પરાજય થયો હતો. જ્યારે બીજી મેચ ડ્રો રહી હતી. ત્રીજી મેચમાં હારની સાથે તે આઉટ થઈ ગઈ હતી