FIFA WC: આર્જેન્ટીનાને હરાવનાર સાઉદી અરબની ટીમ પર મહેરબાન થયા પ્રિન્સ સલમાન, ખેલાડીઓને આપશે આ કાર
તારમાં રમાઈ રહેલા ફીફા વર્લ્ડ કપમાં 24 નવેમ્બરે સાઉદી અરેબિયા અને વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના વચ્ચે મેચ રમાઈ હતી.
Mohammed Bin Salman will Gift Rolls Royce Phantom To Football Team: કતારમાં રમાઈ રહેલા ફીફા વર્લ્ડ કપમાં 24 નવેમ્બરે સાઉદી અરેબિયા અને વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના વચ્ચે મેચ રમાઈ હતી. સાઉદી અરબે આ મેચમાં આર્જેન્ટિનાને 2-1થી હરાવીને વિશ્વને ચોંકાવી દીધું હતું. લિયોનેલ મેસીની ટીમે પોતે અનુમાન પણ નહીં કર્યું હોય કે તે સાઉદી અરેબિયા સામે હારશે. ખાસ વાત એ છે કે સાઉદી ટીમે મેચમાં વાપસી કરતા મેચ જીતી લીધી હતી. સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ટીમના આ પ્રદર્શનથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. મીડિયા અહેવાલો અનુસાર, પોતાની તિજોરી ખોલતા તેમણે ફૂટબોલ ટીમના દરેક ખેલાડીને RM 6 Million Rolls Royce Phantom (રોલ્સ રોયસ ફેન્ટમ) કાર આપવાની જાહેરાત કરી છે. ભારતમાં આ કારની કિંમત 11 થી 12 કરોડ છે.
સાઉદી અરેબિયા 2-1થી જીત્યું
24 નવેમ્બરે કતારના લુસૈલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં આર્જેન્ટિનાએ શરૂઆતથી જ હુમલો કર્યો હતો. કેપ્ટન મેસીએ રમતની 10મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. શરૂઆતમાં સાઉદી અરેબિયાની ટીમ દબાણમાં હતી. પરંતુ સાલેહ અલ શેહરીએ 48મી મિનિટે ગોલ કરીને ટીમને બરાબરી પર લાવી દીધી હતી. આ પછી આર્જેન્ટિનાએ લીડ લેવાના તમામ પ્રયાસો કર્યા હતા. પરંતુ સાઉદી ટીમે આર્જેન્ટિનાની દરેક ચાલને નિષ્ફળ બનાવી હતી. સાલેમ દાવાસરીએ 53મી મિનિટે ગોલ કરીને ટીમને 2-1ની સરસાઈ અપાવી હતી. બાકીના સમયમાં આર્જેન્ટિના ગોલ માટે સતત મહેનત રહી હતી. પરંતુ સાઉદી અરેબિયાએ મજબૂત બચાવ બતાવીને તેની યોજનાને નિષ્ફળ બનાવી દીધી. આર્જેન્ટિનાની હારને ફિફા વર્લ્ડ કપ 2022નો સૌથી મોટો અપસેટ ગણાવવામાં આવી રહ્યો છે.
સાઉદી અરેબિયાએ જાણે કે વર્લ્ડ કપ જીત્યો હોય
આર્જેન્ટિનાને હરાવીને એવું લાગી રહ્યું હતું કે જાણે સાઉદી અરેબિયાએ ફિફા વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો હોય. તેના ખેલાડીઓની ખુશીની કોઈ સીમા ન હતી. દેશમાં એક દિવસની જાહેર રજા જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ઘણી વસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરવા માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. આ શાનદાર જીત બાદ સાઉદી શાહી પરિવાર દ્વારા ટીમના દરેક ખેલાડીને રોલ્સ રોયસ ફેન્ટમ કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રિન્સ સલમાન ઘરે પરત ફરતા ખેલાડીઓને આ કાર ભેટ કરશે.