શોધખોળ કરો
BCCI અધ્યક્ષ બની શકે છે ટીમ ઈન્ડિયાનો આ ‘દબંગ’ ખેલાડી, જાણો વિગત
1/4

જો ગાંગુલી ભારતીય ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ બનશે તો 2 વર્ષ બાદ તેણે આ પદ છોડવું પડશે. કારણકે નવા નિયો મુજબ સતત 6 વર્ષ સુધી કોઈ વ્યક્તિ બોર્ડમાં પદ પર રહી શકે નહીં. સૂત્રોના જણાવ્યા મુજબ, જો સૌરવ સામે કોઈ ઉમેદવાર નહીં હોય તો જ તે અધ્યક્ષ પદની ચૂંટણી લડશે.
2/4

હાલ ગાંગુલી બંગાળ ક્રિકેટ એસોસિએશનનો અધ્યક્ષ છે. આ ઉપરાંત બીસીસીઆઈની ટેક્નિકલ કમિટી, ક્રિકેટ એડવાઇઝરી કમિટી અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલનો સભ્ય પણ છે. ગાંગુલી છેલ્લા 4 વર્ષથી આ સંસ્થાઓ સાથે સંકળાયેલો છે. તેથી બીસીસીઆઈના અધ્યક્ષ પદ માટે પ્રથમ પસંદગી હોઈ શકે છે. જોકે આ માટે તેણે પહેલા બંગાળ ક્રિકેટ એસોસિએશનનું અધ્યક્ષ પદ છોડવું પડશે.
Published at : 11 Aug 2018 07:14 PM (IST)
View More





















