અબ્દેલતીફે જણાવ્યું હતું કે લિમ્પિક્સ કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવો આસાન નથી અને હું બે વર્ષથી આકરી મહેનત કરી રહ્યો હતો. મારા માટે આ સમયગાળો અત્યંત મુશ્કેલ હતો. પેરાસિમ્પિક્સમાં વિકલાંગતાને આધારે અલગ અલગ કેટેગરી પડાઈ છે તેમાં બાકા ટી13 શ્રેણીની રેસ જીત્યો હતો.
2/4
રિયો ઓલિમ્પિકની 1500 મીટર રેસ જીતનાર અમેરિકાના મેથ્યૂ સેન્ટ્રોવિત્ઝ જૂનિયરે 3 મિનિટ 50 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. પેરાલિમ્પિક્સમાં ઇથોપિયાના ડેમિસે 3 મિનિટ 48:49 સેકન્ડ સાથે સિલ્વર, હેનરી કિરવાએ 3 મિનિટ 49:59 સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. ચોથા સ્થાને રહેલા ફૌદ બાકાએ 3 મિનિટ 49:84 સેકન્ડનો સમય નોંધાવ્યો હતો.
3/4
રિયો ડી જાનેરો :રિયો પેરાલિમ્પિક્સમાં મંગળવારે અલ્જેરિયાના અબ્દેલતીફ બાકાએ 1500 મીટર રેસ માત્ર ત્રણ મિનિટ 48:29 સેકન્ડમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો. બાકાએ 1500 મીટરની રેસ ‘રિયો ઓલિમ્પિક’ના ગોલ્ડ મેડાલિસ્ટ કરતાં ઓછા સમયમાં પૂરી કરી હતી.
4/4
કોઈ વિકલાંગ રમતવીર એકદમ સ્વસ્થ રમતવીર કરતાં ઓછા સમયમાં 1500 મીટરની રેસ પૂરી કરે એ ઘટનાએ સૌને દંગ કરી દીધા છે. વધારે આશ્ચર્યની વાત એ છે કે આ રેસના પહેલા ચારેય દોડવીરે રીયો ઓલિમ્પિક્સના ગોલ્ડ મેડાલિસ્ટ કરતાં ઓછો સમય નોંધાવ્યો હતો.