શોધખોળ કરો
Advertisement
આ બે ખેલાડીઓને વિન્ડિઝ પ્રવાસમાં સામેલ ન કરતાં BCCI પર ભડક્યો ગાંગુલી
ગાંગુલીએ ટ્વીટ કરતાં કહ્યું કે કેટલાંક ખેલાડી દરેક ફોર્મેટમાં રમે છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે પસંદ કરવામાં આવેલ વનડે ટીમને લઈને બીસીસીઆઈ પર સવાલ ઉઠાવ્યા છે. સૌરવ ગાંગુલીએ બુધવારે કહ્યું કે, તે હેરાન છે કે ટોપ ઓર્ડર બેટ્સમેન શુભમન ગિલ અને અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેને વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ 3 મેચની વનડે સીરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં કેમ ન આવ્યા.
Time has come for indian selectors to pick same players in all formats of the game for rhythm and confidence.. too few are playing in all formats ..great teams had consistent players ..it’s not about making all happy but picking the best for the country and be consistent..@bcci
— Sourav Ganguly (@SGanguly99) July 24, 2019
પૂર્વ ભારતીય કેપ્ટને લખ્યું કે સમય આવી ગયો છે કે પસંદગીકર્તા લય અને વિશ્વાસ માટે ખેલાડીઓને દરેક ફોર્મેટ માટે ટીમમાં સામેલ કરે. ગાંગુલીએ ટ્વીટ કરતાં કહ્યું કે કેટલાંક ખેલાડી દરેક ફોર્મેટમાં રમે છે. આ તમામને ખુશ કરવા માટે નહીં, પરંતુ દેશ માટે સૌથી સારું કરે તેના માટે છે. સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈને ટેગ કરતાં લખ્યું કે કેટલાંય એવા ખેલાડી છે જે દરેક ફોર્મેટમાં રમી શકે છે. શુભમન ગિલ અને વનડે ટીમમાં અજિંક્ય રહાઇને સામેલ ના કરવા પર હેરાની થઇ છે. ઉલ્લેખનીય છે કે વિદેશની ધરતી પર અજિંક્ય રહાણેનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે એવામાં આશા હતી કે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ટીમમાં નથી તો તે મિડલ ઓર્ડરમાં ટીમને સંભાળી શકે છે. બીજીબાજુ શુભમન ગિલ જેવા યુવા સ્ટાર્સની પણ ટીમમાં પસંદગી ના થતા આશ્ચર્ય લાગ્યું હતું. આપને જણાવી દઇએ કે સૌરવ ગાંગુલી બીસીસીઆઈની સલાહકાર સમિતિના સભ્ય પણ છે.Time has come for indian selectors to pick same players in all formats of the game for rhythm and confidence.. too few are playing in all formats ..great teams had consistent players ..it’s not about making all happy but picking the best for the country and be consistent..@bcci
— Sourav Ganguly (@SGanguly99) July 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement