શોધખોળ કરો

જે ટીમ માટે IPLમાં રમતો હતો એ જ ટીમનો સહમાલિક બનશે ભારતનો આ સ્ટાર ક્રિકેટર!

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર અને 2011ના વર્લ્ડકપના હિરો ગૌતમ ગંભીરે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ સાથે શરુઆત કરી હતી.

નવી દિલ્હી: ગૌતમ ગંભીરે વર્ષ 2017માં કોલકાતા નાઇટ રાઇડર્સનો સાથ છોડીને દિલ્હી કેપિટલ્સ સાથે જોડાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે તે આખી સિઝનમાં સાવ ફ્લોપ રહ્યો હતો અને ગત વર્ષે તેને રિલીઝ કરી દીધો હતો. આમ છતા ગંભીરનો પોતાની ઘરેલું ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સથી મોહ ખતમ થયો નથી. તે ફરી આ ટીમ સાથે જોડાવવાની તૈયારીમાં છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુકેલો ગંભીર આ વખતે ટીમ માલિકના રુપમાં જોવા મળી શકે છે. દિલ્હી કેપિટલ્સમાં JSW સ્પોર્ટ્સ અને GMR ગ્રુપ પાસે 50-50 ટકા ભાગીદારી છે. જેમાં ભાગીદારી ખરીદવા ગંભીર છેલ્લા 2 મહિનાથી વાતચીત ચલાવી રહ્યો છે. તે દિલ્હી કેપિટલ્સમાં 10 ટકા ભાગીદારી ખરીદી શકે છે, જેની રકમ 100 કરોડ રૂપિયા થવા જાય છે. ગંભીર હાલ આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલમાંથી ક્લિયરેન્સ મળવાની રાહ જોઈ રહ્યો છે. જોકે ગંભીરે હજુ સુધી આ મુદ્દાને લઈને કશું કહ્યું નથી. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર અને 2011ના વર્લ્ડકપના હિરો ગૌતમ ગંભીરે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ સાથે શરુઆત કરી હતી. જોકે ત્રણ વર્ષ બાદ તે કોલકાતા નાઇટ રાઇડર્સમાં સામેલ થયો હતો. ગંભીરની કપ્તાની હેઠળ જ કોલકાતા બે વાર ચેમ્પિયન બનાવ્યું હતું. 2017માં તે દિલ્હીની ટીમમાં ફરેથી જોડાયો હતો. જોકે ટીમના ખરાબ પ્રદર્શનના કારણે સિઝનની વચ્ચે ગંભીર પાસે કેપ્ટનશિપ લઈને શ્રેયસ ઐયરને આપવામાં આવી હતી. જોકે, ગૌતમ ગંભીરે અત્યાર સુધીમાં આ ડીલ અંગે કશું જ કહ્યું નથી અને તેમના પ્રવક્તા પણ તેમનો ખુલાસો કરવા ઈચ્છતા નથી. જોકે, દિલ્હી કેપિટલ્સની ટીમે એ સ્પષ્ટ કર્યું છે કે આ સંદર્ભમાં વાતચીત ચાલુ છે અને દરેક ઔપચારિકતા પૂરી થયા પછી તેની જાણકારી સાર્વજનિક કરવામાં આવશે. સૂત્રએ જણાવ્યું કે આ મુદ્દે કેટલાક મહિનાઓથી વાતચીત ચાલી રહી હતી અને થોડા દિવસોમાં જ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Embed widget