શોધખોળ કરો
ભારત-પાક ક્રિકેટ પર ગંભીરનો મોટો પ્રહાર, પહેલા સંબંધ સુધારો બાદમાં ક્રિકેટ રમો

1/7

તેમણે કહ્યું, સરકાર જો આઈસીસી ઇવેન્ટમાં ભારતને પાકિસ્તાન વિરુદ્ધ રમવાની અનુમતિ આપે છે તો સીરીઝ માટે પણ આપવી જોઈએ. સીરીઝ નથી રમાઈ રહી તો પાકિસ્તાન પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવો જોઈએ. બન્ને દેશો વચ્ચે ક્રિકેટ પર જવાબ હા કાં તો બધી રીતે ના હોવો જોઈએ.
2/7

નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાન જવા પર ગંભીરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તેમણે પાકિસ્તાન નહતું જોવું જોઈતું. ગંભીરે સિદ્ધુ પર નિશાન સાધતા કહ્યું કે તેમણે પાકિસ્તાનના આર્મી ચીફને ગળે મળતા પહેલા શહીદ જવાનો અને તેના પરિવાર વિશે વિચારવું જોઈતું હતું.
3/7

ગંભીરે કહ્યું કે, પાકિસ્તાન સાથેના વણસેલા સંબંધો વચ્ચે બન્ને દેશ વચ્ચે કાં તો કોઈ જ મેચ ના રમાવી જોઈએ અને જો રમાઈ તો બાઈલેટરલ સીરીઝ પણ રમાવી જોઈએ. ગંભીરે કહ્યું કે, બન્ને દેશો વચ્ચે થનારા મુકાબલા માટે એક સિદ્ધાંત હોય. એવું નથી થઈ શકતું કે આઈસીસી કે એશિયા કપ જેવી ઇવેન્ટમાં ભારત પાકિસ્તાન વિરુદ્ધ રમે પણ બન્ને વચ્ચે કોઈ સીરીઝ નહીં રમવી જોઈએ.
4/7

5/7

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે પણ ગંભીરની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે સંબંધ સારા થાય ત્યાર બાદજ દેશો વચ્ચે ક્રિકેટ મેચ રમવી જોઈએ. જો કે તેમણે આશા વ્યક્ત કરી છે કે ઇમરાન ખાનની નવી સરકાર ભારત સાથે સંબંધ સુધારવા માટે પ્રયાસ કરશે જેથી ફરી બન્ને દેશો ક્રિકેટ શરૂ થઈ શકે.
6/7

નવી દિલ્હી: એક વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં 19 સપ્ટેમ્બરે મુકાબલો થવા જઈ રહ્યો છે. ત્યારે આ હાઈ વોલ્ટેજ મુકાબલા પહેલા ભારતના સ્ટાર બેટ્સમેન ગૌતમ ગંભીરે ક્રિકેટ નીતિ પર મોટો પ્રહાર કર્યો છે.
7/7

પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર રેકોર્ડ નોંધાવનારા ગૌતમ ગંભીરે કહ્યું કે, તેમના માટે પહેલા સૈનિક આવે છે બાદમાં ક્રિકેટ. ગંભીરે કહ્યું કે, આપણા માટે જવાનો સૌથી વધુ મહત્વપૂર્ણ છે. સરકાર પહેલા સરહદ સુરક્ષિત કરે ત્યારબાદ ક્રિકેટ રમાડવી જોઈએ. તેમણે કહ્યું એક બાજુ સરહદ પર સૈનિકો શહીદ થઈ રહ્યા છે. એવામાં આપણે પાકિસ્તાન સાથે કોઈ પણ જગ્યાએ ક્રિકેટ નહીં રમવી જોઈએ.
Published at : 15 Sep 2018 07:21 PM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
રાજકોટ
Advertisement