Hockey WC 2023: ક્વાર્ટરફાઇનલ માટે ડાયરેક્ટ ક્વોલિફાય ના કરી શકી ભારતીય ટીમ, હવે ક્રોસઓવર મેચથી થશે નિર્ણય
ઓડિશામાં રમાઈ રહેલા 15મા હોકી વર્લ્ડકપમાં ભારતીય ટીમે ગુરુવારે વેલ્સ સામે 4-2થી જીત મેળવી હતી
IND vs WAL: ઓડિશામાં રમાઈ રહેલા 15મા હોકી વર્લ્ડકપમાં ભારતીય ટીમે ગુરુવારે વેલ્સ સામે 4-2થી જીત મેળવી હતી. તેના પુલમાં ભારતીય ટીમની આ છેલ્લી મેચ હતી. પુલમાં ટોચ પર રહેવા માટે ભારતીય ટીમને અહીં મોટી જીતની જરૂર હતી પરંતુ તેમ થઈ શક્યું નહીં. હવે ભારતીય ટીમ પુલ-ડીમાં પ્રથમ નંબરે આવી ના શકી હોવાથી તે સીધી ક્વાર્ટર ફાઇનલમાં પણ સ્થાન મેળવી શકી નથી. હવે તેણે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ક્રોસઓવર મેચ રમવી પડશે.
Here is how the Pool standings look after Day 6️⃣ of FIH Odisha Hockey Men's World Cup 2023 Bhubaneswar-Rourkela.#HockeyIndia #IndiaKaGame #HWC2023 #HockeyWorldCup2023 #StarsBecomeLegends @CMO_Odisha @sports_odisha @Media_SAI @IndiaSports pic.twitter.com/Yaqj3ileN4
— Hockey India (@TheHockeyIndia) January 19, 2023
આ વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી 16 ટીમોને ચાર પુલમાં વહેંચવામાં આવી છે. દરેક પુલની વિજેતા ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે, જ્યારે બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમ ક્રોસઓવર મેચો હેઠળ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સક્ષમ હશે. પુલ ડીમાં ઈંગ્લેન્ડ 7 પોઈન્ટ સાથે ટોચ પર છે. ભારતીય ટીમને પણ 7 પોઈન્ટ મળ્યા પરંતુ ઓછા ગોલ તફાવતને કારણે તે બીજા સ્થાને રહી હતી. આવી સ્થિતિમાં હવે તે ક્રોસઓવર મેચ જીતીને જ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી શકશે.
ભારતીય ટીમે તેની પ્રથમ મેચ સ્પેન સામે 2-0થી જીતી હતી. આ પછી તેની ઈંગ્લેન્ડ સાથેની મેચ 0-0થી ડ્રો રહી હતી. ત્રીજી મેચમાં વેલ્સ સામેની 4-2થી જીત બાદ ભારતીય ટીમમાં +4નો ગોલ તફાવત હતો. ઇંગ્લેન્ડનો ગોલ તફાવત +9 હતો. ઈંગ્લેન્ડે વેલ્સ અને સ્પેન સામે મોટા માર્જિનથી જીત મેળવી હતી.
ક્રોસઓવર મેચમાં કોનો સામનો થશે?
ક્રોસઓવર મેચમાં ભારતીય ટીમ પુલ-સીમાં ત્રીજા ક્રમની ન્યૂઝીલેન્ડની ટીમ સામે ટકરાશે. આ પુલમાં ન્યૂઝીલેન્ડને નેધરલેન્ડ અને મલેશિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેની એકમાત્ર જીત ચિલી સામે હતી. આ મેચ 22 જાન્યુઆરીએ ભુવનેશ્વરમાં સાંજે 7 વાગ્યે રમાશે.
હૉકી વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાએ ફરી એકવાર કમાલ કર્યો છે, ગુરુવારે (19 જાન્યુઆરી)એ પોતાની ત્રીજી મેચમાં વેલ્સને માત આપી છે, ભારત અને વેલ્સ વચ્ચે રમાયેલી હૉકી મેચમાં ભારતે વેલ્સને 4-2થી સજ્જડ હાર આપી હતી. તેને પૂલ ડીમાં 4-2થી હરાવી દીધુ, આ જીત સાથે જ ભારતીય ટીમ પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગઇ છે. હવે તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે હવે ક્રૉસ ઓવર મેચ રમશે. ત્યાં તેની ટક્કર 22 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે થવાની છે.
ટીમ ઇન્ડિયાએ ગૃપ ડીની છેલ્લી મેચમાં વેલ્સને 4-2થી માત આપી દીધી, આ જીત છતાં હવે ભારતીય ટીમ સીધી ક્વાર્ટરમાં નહીં પહોંચી શકે. આગામી 22મી જાન્યુઆરીએ ક્રૉચ ઓવર મેચ કલિંગ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમવી પડશે. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમ ડ્રૉ મેચ રમી હતી, આમ છતાં તે ફરીથી જીતના પાટા પર ચઢી ગઇ છે. હૉકી વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમને આગળ જવા માટે આગામી પડકારોનો સામનો કરવો પડી શકે છે. હૉકી વર્લ્ડકપ 2023માં આજે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાઇ હતી, ભારતીય ટીમની જીતમાં આકાશદીપ સિંહનો મુખ્ય રૉલ રહ્યો, જેને પોતાની ટીમ માટે બે ગૉલ કર્યા, આ ઉપરાંત શમશેર સિંહ અને કેપ્ટન હરમપ્રીત સિંહે એક-એક ગૉલ ફટકાર્યો હતો.