Aryan Nehra: IAS વિજય નેહરાના પુત્રએ સ્વિમિંગમાં રચ્યો ઈતિહાસ, 4 દિવસમાં બનાવ્યા 4 રાષ્ટ્રીય રેકોર્ડ
અમદાવાદ: ગુજરાતના આઈએએસ ઓફિસર વિજય નેહરાના પુત્ર આર્યન નેહરાએ સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે.
અમદાવાદ: ગુજરાતના આઈએએસ ઓફિસર વિજય નેહરાના પુત્ર આર્યન નેહરાએ સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. બેસ્ટ મેલ સ્વિમરનો એવોર્ડ જીતનાર ગુજરાતના આર્યન નેહરાએ બુધવારે હૈદરાબાદમાં નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 400 મીટર મેડલે સ્પર્ધામાં વધુ એક રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. આર્યને રેહાન પોંચા દ્વારા 2019માં બનાવલ 4:30.13નો રેકોર્ડ તોડી નાખ્યા હતો અને નવો રકોર્ડ 4:25.62ના સમય સાથે બનાવ્યો હતો.
પ્રતિયોગીતાઓ અને સમય
- ૪૦૦મી. ફ્રી સ્ટાઇલ: ૩:૫૨.૫૫ રાષ્ટ્રીય રેકોર્ડ
- ૮૦૦મી. ફ્રી સ્ટાઇલ: ૮:૦૧.૮૧ રાષ્ટ્રીય રેકોર્ડ
- ૧૫૦૦મી. ફ્રી સ્ટાઇલ: ૧૫:૨૯.૭૮ રાષ્ટ્રીય રેકોર્ડ
- ૪૦૦મી. વ્યક્તિગત મેડલી: ૪:૨૬.૬૨ રાષ્ટ્રીય રેકોર્ડ
This is Aryan Nehra’s World and we are living in it. 💥#TeamIIS athlete Aryan Nehra makes it FOUR National Records in FOUR Days. He smashed the 400m Individual Medley 🇮🇳 record with a timing of 4:25.62s.. 🙌#Swimming #CraftingVictories 🇮🇳 pic.twitter.com/jI14fxqjU7
— Inspire Institute of Sport (@IIS_Vijayanagar) July 5, 2023
ગુજરાતના ઉભરતા સ્વિમર આર્યન નેહરાએ વધુ એક રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. એશિયન ગેમ્સની તૈયારી કરતી વખતે, સ્વિમર આર્યન નેહરાએ નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો અને 3 જુલાઈએ અહીં રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 800 મીટર ફ્રીસ્ટાઈલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો.
OH MY GOODNESS 🫢🫢@AryanVNehra just swam the 400 IM in 4:25.62 !! breaking the National Record of 4:30.13 set by Rehan Poncha in 2009
— Vijay Nehra (@vnehra) July 5, 2023
Picked up his 4th Gold Medal 🥇
Also the fastest 400 Individual Medley time ever by an Indian swimmer 🔥🔥@Media_SAI @sagofficialpage pic.twitter.com/Q9YwyCufsr
કુશાગ્રને પાછળ છોડી દીધો
2 જુલાઇના રોજ 400 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટની જેમ આર્યને ફરી એકવાર દિલ્હીના રાષ્ટ્રીય રેકોર્ડ ધારક કુશાગ્ર રાવતને પાછળ છોડી દીધો હતો. રાવતે 8:09.25 ના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હચો, જ્યારે કર્ણાટકનો અનિશ ગૌડા (8:16.92) સાથે ત્રીજા ક્રમે રહ્યો. આર્યને એપ્રિલમાં શિકાગોમાં યોજાયેલી ઇવેન્ટમાં 800 મીટર ફ્રી સ્ટાઇલમાં 8:03.15ના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને એશિયન ગેમ્સમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું.
વિજય નેહરાનો પુત્ર છે આર્યન
ગુજરાત માટે શાનદાર પ્રદર્શન કરનાર આર્યન રાજ્યના વરિષ્ઠ IAS અધિકારી વિજય નેહરાનો પુત્ર છે. વિજય નેહરાના બંને પુત્રો સ્વિમર છે. નેહરા 2001 બેચના IAS અધિકારી છે. હાલમાં વિજય નેહરા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ છે. તેમની પાસે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડની જવાબદારી પણ છે. નેહરા મૂળ રાજસ્થાનના સીકરના રહેવાસી છે. નેહરા રસાયણશાસ્ત્રમાં એમએસસી છે અને તેણે આઈઆઈટી બોમ્બેમાં અભ્યાસ કર્યો છે.
And @AryanVNehra gets a Hat-trick with a third Gold Medal 🥇 and a third national record 🇮🇳🇮🇳
— Vijay Nehra (@vnehra) July 4, 2023
Wins 1500 Free also after the 400 Free and 800 Free👍👍
This is his first senior nationals and it’s turning out to be a dream debut🤞🤞 pic.twitter.com/ToiUVYVPES
સફળતા પર ગર્વ
IAS ઓફિસર વિજય નેહરાએ પોતાના પુત્રની સફળતા ટ્વિટર પર શેર કરી છે. તેણે લખ્યું કે આર્યન નેહરાએ હૈદરાબાદમાં નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો. આર્યન નેહરાએ હૈદરાબાદમાં ચાલી રહેલી ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ જીત્યા છે. ગુજરાતમાં IAS તરીકે અનેક જિલ્લાઓમાં કામ કર્યા બાદ નેહરા સ્વર્ણિમ સંકુલમાં પોસ્ટેડ છે. વિજય નેહરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પણ રહી ચૂક્યા છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial