શોધખોળ કરો
‘હું કોઈથી નથી ડરતો, પણ વિરાટભાઈના ગુસ્સાનો લાગે છે ડર’, જાણો ટીમ ઈન્ડિયાના ક્યા ખેલાડીએ કર્યું નિવેદન

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતે કહ્યું છે કે, તેને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ગુસ્સાનો ડર લાગે છે. પંતે આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સની વેબસાઇટ પર એક વીડિયોમાં કહ્યું કે, હું કોઈથી ડરતો નથી પરંતુ વિરાટ ભાઈના ગુસ્સાનો ડર લાગે છે. આઈપીએલની 12મી સિઝન માટે દિલ્હી કેપિટલ્સ ટીમ તેના અભિયાનની શરૂઆત 24 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચથી કરશે. 21 વર્ષીય પંતે કહ્યું કે, જો તમે બધુ યોગ્ય રીતે કરી રહ્યા હશો તો તેઓ ગુસ્સે કેમ થશે. પણ જો તમે ભૂલ કરો છો અને કોઈ તમારાથી નારાજ થઈ જાય છે તો સારું છે કે તમે તમારી ભૂલોથી શીખ લઈ રહ્યા છો. પંતે ટેસ્ટ ક્રિકેટમાં સારી ઈનિંગ રમી છે અને ધોનીની નિવૃત્તિ બાદ તેનું સ્થાન લેવાનો પ્રબળ દાવેદાર છે. જોકે તેના વિકેટકિપિંગતી ક્યારેક નિરાશ કરતો રહે છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વન ડે શ્રેણીની ચોથી મેચમાં તેણે મહત્વના સમયે સ્ટંપિંગનો મોકો ગુમાવ્યો હતો અને ભારતે શ્રેણી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ કોહલી ગુસ્સે થયો હતો. કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભૂલ્યા ભાન, વીડિયોમાં જુઓ શું બોલ્યા ?
વધુ વાંચો





















