શોધખોળ કરો
IPL પહેલા ડિવિલિયર્સે રમી ધમાકેદાર ઈનિંગ, T-20માં બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગત

1/3

પોતાની આ ઇનિંગ દરમિયાન તેણે ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન એલેક્સ હેલ્સ (અણનમ 85) રન સાથે ત્રીજી વિકેટ માટે અણનમ 184 રનની ભાગીદારી કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા ટી20માં ત્રીજી વિકેટ માટેનો વર્લ્ડ રેકોર્ડ 171 રનનો હતો. ઈયાન બેલ અને એડમ હોજે 2018માં બર્મિંઘમમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.
2/3

ઢાકાઃ ગત વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ચુકેલો દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડીવિલિયર્સે BPL (બાંગ્લાદેશ પ્રીમિયર લીગ)માં ધમાકો કર્યો છે. આફ્રિકન બેટ્સમેને આઇપીએલ 2019 પહેલા 50 બોલમાં 100 રનની વિસ્ફોટક ઇનિંગ રમવાની સાથે એક અનોખો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
3/3

ઢાકા ડાયનામાઇટ્સે રંગપુર રાઇડર્સને મેચ જીતવા આપેલા 187 રનના ટાર્ગેટને હાંસલ કરતી વખતે માત્ર 5 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. ક્રિસ ગેલ (1) અને રિલી રોસો (0) આંદ્રે રસેલના શિકાર બન્યા બાદ હેલ્સ અને ડિવિલિયર્સની જોડીએ એક પણ વિકેટ પડવા દીધી નહોતી અને 10 બોલ બાકી હતા ત્યારે ટીમને 8 વિકેટથી જીત અપાવી હતી.
Published at : 29 Jan 2019 05:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
