શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ફિલ્ડિંગ દરમિયાન ઈજાના કારણે શિખર ધવન મેદાન બહાર
શિખર ધવનને બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઈ રહેલી ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં ફિલ્ડીંગ દરમ્યાન ખભામાં ઈજા પહેંચવાને કારણે મેદાન છોડીને બહાર જવું પડ્યું છે.
બેંગલૂરૂ: ઓસ્ટ્રેલિયા અને ટીમ ઈન્ડિયા વચ્ચે ત્રીજી નિર્ણાયક વનડે બેંગલુરુમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમનાં ઓપનર બેટ્સમેન શિખર ધવનને બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઈ રહેલી ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં ફિલ્ડીંગ દરમ્યાન ખભામાં ઈજા પહેંચવાને કારણે મેદાન છોડીને બહાર જવું પડ્યું છે.
ઓસ્ટ્રેલિયાની ઈનિંગની પાંચમી ઓવરમાં ધવન કવર એરિયામાં ફિલ્ડીંગ કરી રહ્યો હતા. એરોન ફિન્ચના શોટ રોકવા માટે તેણે કુદકો લગાવ્યો જેના કારણે ડાબાં ખભામાં ઈજા પહોંચી હતી. હાલ તો એક્સ રે માટે ધવનને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો છે. ત્રીજી નિર્ણાયક વનડેમાં ટીમ ઈન્ડિયામાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. રોહિત શર્મા અને શિખર ધવનને આ મેચમાં શામિલ કરવામાં આવ્યા હતા જેઓ બીજી વનડેમાં ઈજાગ્રસ્ત થયા હતા.Update: Shikhar Dhawan has gone for an X-Ray. A call on him being available for the game will be taken once he is back & assessed #TeamIndia #INDvAUS pic.twitter.com/94I4tlyxzc
— BCCI (@BCCI) January 19, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement