શોધખોળ કરો
Advertisement
IND vs BAN: 2 વર્ષ બાદ પ્રથમ વખત થયું આવું, વિરાટ કોહલી 0 પર......
કોહલીને અબુ જાયેદે LBW કર્યા. તેની વિકેટ 32મી ઓવરના 5મા બોલ પર પડી.
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ટેસ્ટ સીરીઝનો પ્રથમ મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચનો આજે બીજો દિવસ છે. ટીમ ઇન્ડિયાએ પ્રથમ દિવસના સ્કોર 1 વિકેટ પર 86રનથી આગળ રમવાનું શરૂ કર્યું. દિવસની શરૂઆત તો સારી રહી, પરંતુ ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલીની વિકેટ ઝડપથી પડી ગઈ. પુજારા જ્યાં 54 રન બનાવીને આઉટ થઈ ગયા તો કેપ્ટન કોહલી ઝીરો પર આઉટ તયા હતા.
કોહલીને અબુ જાયેદે LBW કર્યા. તેની વિકેટ 32મી ઓવરના 5મા બોલ પર પડી. તેની વિકેટની સાથે જ ટીમ ઇન્ડિયાનો સ્કોર 119 રન પર ત્રણ વિકેટ થઈ ગયો. રેકોર્ડ પર નજર કરીએ તો વિતેલા બે વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું જ્યારે કેપ્ટન ઘરેલુ મેદાન પર ટેસ્ટ ઈનિંગમાં ઝીરો પર આઉટ થઈ ગયા હોય. અંતિમ વખત શ્રીલંકા વિરૂદ્ધ નવેમ્બર, 2017માં કોલકાતા ટેસ્ટ દરમિયાન આવું થયું હતું. તે સમયે સુરંગા લકમલે વિરાટને ઝીરો પર આઉટ કર્યા હતા.
ઝીરો પર ઘરેલુ મેદાન પર આઉટ થવાની વાત કરીએ તો આવું વિરાટની સાતે ત્રીજી વખત થયું છે. બાંગ્લાદેશ અને શ્રઈલંકા પહેલા તે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 2016-17 સીરીઝ દરમિયાન ઝીરો પર આઉટ થયો હતો. પુણેમાં રમાયેલ ટેસ્ટમાં તેણે ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો.
ઇન્દોરમાં ચાલી રહેલ ટેસ્ટ દરમિયાન એક રસપ્રદ વાત થઈ છે. ભારતીય ટીમમાં આઉટ થનાર શરૂઆતના ત્રણ બેટ્સમેન રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા અને કેપ્ટન વિરાટ કોહલી છે. આ ત્રણેયની વિકેટ અબુ જાયેદે લીધી છે. 26 વર્ષીય જાયેદની આ 7મી ટેસ્ટ મેચ છે. એવામાં આ ત્રણેય બેટ્સમેનને આઉટ કરવા તેના માટે કોઈ સપના જેવું છે. ઓપનર રોહિત શર્મા પ્રથમ દિવસે માત્ર 6 રન પર આઉટ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
ટેકનોલોજી
Advertisement