પ્રથમ ઈનિંગમાં 97 અને બીજી ઈનિંગમાં 103 રન સાથે મેન ઓફ ધ મેચ વિનર કોહલીએ પોતાની ઈનિંગ પત્ની અનુષ્કાને સમર્પિત કરી. તેમણે કહ્યું કે, હું મારી ઇનિંગ્સ મારી પત્નીને સમર્પિત કરું છું. જેણે મને ખૂબજ પ્રેરિત કર્યો છે, બેહતર પ્રદર્શન માટે સતત પ્રેરિત કરતી રહી છે. તે મને સકારાત્મક રાખે છે.
2/4
કોહલીએ આ જીતનો શ્રેય ટીમના ઑલરાઉન્ડ રમતને આપ્યો છે. તેણે કહ્યું કે, અમારા માટે આ એક શાનદાર ટેસ્ટ મેચ હતી. અમે રમતના ત્રણેય ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ મુકાબલામાં ટીમે માત્ર લૉર્ડ્સ ટેસ્ટમાં જ ખરાબ પ્રદર્શન કર્યું હતું અમે અમારી ભૂલમાંથી શીખ લઈને તૈયારી કરી. કોહલીએ બેટ્સમેન અને બોલરોની પણ ખૂબજ પ્રશંસા કરી.
3/4
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 203 રનના વિશાળ અંતરથી હરાવી દીધું છે. આ પહેલા ભારતને બે ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી ટેસ્ટમાં મળેલી શાનદાર જીત કેપ્ટન વિરાટ કોહલીએ કેરળમાં આવેલી ભીષણ પૂર પીડિત લોકોને સમર્પિત કરી છે. જ્યારે ભારતીય ખેલાડીઓએ પણ મેચથી મળતી આખી ફીસ કેરળ પૂર પીડિતોને દાન કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમ તરફથી કુલ 1 કરોડ 26 લાખ રૂપિયા પૂર પીડિતોને દાન કરવામાં આવ્યા છે.
4/4
મેચ જીત્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે, “ સૌપ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ, એક ટીમ તરીકે આ જીત અમે કેરળના પૂરગ્રસ્તોને સમર્પિત કરીએ છે. જ્યાં આ હોનારતથી લોકોને ઘણું બધુ ઝીલવું પડી રહ્યું છે. અમે જે પણ કરીએ છે તે તેઓના માટે ઓછું જ છે.”