શોધખોળ કરો
Advertisement
Ind vs Eng: અક્ષર પટેલનો ડેબ્યૂ સીરિઝમાં કમાલ, ટેસ્ટમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ
અક્ષર પટેલે ડેબ્યૂ સીરિઝમાં 27 વિકેટ ઝડપી હતી. તેની સાથે જ અજંતા મેન્ડિસને પછાડી દીધો છે.
અમદાવાદ: અક્ષર પટેલે ટેસ્ટ મેચમાં પોતાની પહેલી ડેબ્યૂ સીરિઝમાં જ એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. અક્ષર પટેલે ત્રીજી અને ચોથી ટેસ્ટમાં બોલિંગથી તરખાટ મચાવી દીધો હતો. તે ડેબ્યૂ સીરિઝમાં મહત્તમ ત્રણ ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં પટેલે કુલ નવ વિકેટ ઝડપી હતી. ચૌથી ટેસ્ટના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમે પોતાની બીજી ઈનિંગમાં 135 પર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ ચાર મેચોની ટેસ્ટ સીરિઝ 3-1થી પોતાના નામે કરી છે. તેની સાથે જ ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાનો ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સાથે મુકાબલો થશે.
અક્ષર પટેલે ડેબ્યૂ સીરિઝમાં 27 વિકેટ ઝડપી હતી. તેની સાથે જ અજંતા મેન્ડિસને પછાડી દીધો છે. મેન્ડિસે વર્ષ 2008માં ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં 26 વિકેટ લીધી હતી. જ્યારે વર્ષ 1946માં એલેક બેડસરે ત્રણ ટેસ્ટ મેચમાં 24 વિકેટ લીધી હતી. અશ્વિને વર્ષ 2011-12માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચોમાં 22 વિકેટ ઝડપી હતી.
ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, ઇંગ્લિશ ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 205 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતે શાનદાર બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં 365 રન બનાવ્યા હતા અને 160 રનની લીડ મેળવી હતી. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 135 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. અક્ષર પટેલે આ મેચમાં 9 વિકેટ અને અશ્વિને 8 વિકેટ લીધી હતી. જ્યારે ભારત તરફથી ઋષભ પંતે સદી નોંધાવી હતી. અને વોશિંગટન સુંદરે 96 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
સ્પોર્ટ્સ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion