IND vs ENG : ચોથી ટેસ્ટ માટેની ઇંગ્લેન્ડની ટીમ વધુ મજબૂત બની, બે ઘાતક બૉલરોની થઇ ટીમમાં વાપસી, જાણો વિગતે
બટલર પોતાની પત્નીને બીજા બાળકના જન્મને લઇને સીરીઝની આગામી બે મેચોમાં નહીં રમે. બીજીબાજુ ઇજાના કારણે બહાર થયેલા ફાસ્ટ બૉલર માર્ક વૂડની ચોથી ટેસ્ટ માટે વાપસી થઇ છે.
IND vs ENG: ભારત વિરુદ્ધ રમાનારી ચોથી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ વધુ મજબૂત બની ગઇ છે. ઇંગ્લેન્ડે પોતાની ટીમમાં વધુ બે શાનદાર અને ધારદાર બૉલરોને ટીમમાં સામેલ કર્યા છે. જોકે સાથે સાથે વિકેટકીપર બેટ્સમેન જૉસ બટલર પર્સનલ કારણોસર ટીમમાંથી બહાર થયો છે. ખાસ વાત છે કે, બટલર પોતાની પત્નીને બીજા બાળકના જન્મને લઇને સીરીઝની આગામી બે મેચોમાં નહીં રમે. જ્યારે બીજીબાજુ ઇજાના કારણે બહાર થયેલા ફાસ્ટ બૉલર માર્ક વૂડની ચોથી ટેસ્ટ માટે વાપસી થઇ છે.
વળી, બીજી બાજુ ક્રિસ વૉક્સ પણ ઇંગ્લેન્ડ ટીમ સાથે જોડાયો છે. ક્રિસ વૉક્સ પોતાની છેલ્લી ટેસ્ટ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં રમી હતી. સીડીઓ પરથી પડી જવાના કારણે ભારત વિરુદ્ધની ટેસ્ટ સીરીઝની પહેલી ત્રણ ટેસ્ટ મેચોમાંથી બહાર થવુ પડ્યુ હતુ. હવે તે ઓવલ ટેસ્ટમાં રમવા માટે એકદમ ફીટ છે. ઉલ્લેખનીય છે કે બટલરની જગ્યાએ ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ ટીમ તરફથી વિકેટકીપિંગની જવાબદારી જૉની બેયર્સ્ટો સંભાળશે જ્યારે સેમ બિલિંગ્સને તેના કવર તરીકે 16 ખેલાડીઓની સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ રમાઇ રહી છે, જેમાં પ્રથમ ટેસ્ટ ડ્રૉ ગયા બાદ બન્ને ટીમો, એટલે કે બીજી ટેસ્ટ ભારતે જીતી તો ત્રીજી ટેસ્ટ ઇંગ્લેન્ડ જીતી છે, આ રીતે બન્ને ટીમો હાલ ટેસ્ટ સીરીઝમાં 1-1ની બરાબરી પર છે. હવે ચોથી ટેસ્ટમાં બન્ને ટીમો જીત સાથે સીરીઝ પર લીડ મેળવવા પ્રયાસ કરશે. આગામી ચોથી ટેસ્ટ મેચ ઓવલ મેદાનમાં 2 થી 6 સપ્ટેમ્બર સુધી રમાશે.
ટીમ ઈન્ડિયામાંતી કોની થશે હકાલપટ્ટી
ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમના થયેલા કારમા પરાજય ચોથી મેચમાં ટીમ ઈન્ડિયામાં ત્રણથી ચાર બદલાવ થઈ શકે છે. ટીમ ઈન્ડિયામાંથી અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા અને ઈશાંત શર્માની બાદબાકી થઈ શકે છે. આ ઉપરાંત બેટિંગમાં નિષ્ફળ જઈ રહેલા વિકેટ કિપર બેટ્સમેન રિષભ પંતની પણ બાદબાકી થઈ શકે છે. તેમના સ્થાને સૂર્યકુમાર યાદવ કે પૃથ્વી શૉ, રવિચંદ્રન અશ્વીન, ઉમેશ યાદવ તથા રિદ્ધિમાન સાહાને કોહલી મોકો આપી શકે છે.