શોધખોળ કરો
Advertisement
IND vs ENG: અશ્વિને રચ્યો ઈતિહાસ, ટેસ્ટમાં સૌથી ઝડપી 400 ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો
સૌથી ઝડપી 400 ટેસ્ટ વિકેટ લેનાર અશ્વિન ઓવરઓલ બીજા નંબરે છે. જ્યારે ભારત તરફથી સૌથી ઝડપી વિકેટ લેવાનો રેકોર્ડ હવે તેના નામે નોંધાઈ ગયો છે.
IND vs ENG 3rd Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધી છે. ભારત અને ઈંગ્લેન્ડન વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરિઝની ત્રીજી મેચના બીજા દિવસે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં જોફ્રા આર્ચરની વિકેટ લેતાજ અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લેવાનો આંકડો ટચ કરી લીધો છે. તેણે 77 ટેસ્ટ મેચોમાં પોતાની 400 વિકેટ પૂરી કરી છે.
સૌથી ઝડપી 400 ટેસ્ટ વિકેટ લેનાર અશ્વિન ઓવરઓલ બીજા નંબરે છે. જ્યારે ભારત તરફથી સૌથી ઝડપી વિકેટ લેવાનો રેકોર્ડ હવે તેના નામે નોંધાઈ ગયો છે. અશ્વિને પ્રથમ ઈનિંગમાં ત્રણ વિકેટ અને બીજી ઈનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી.
અશ્વિન ટેસ્ટમાં સૌથી વિકેટ લેવા મામલે ચોથો બોલર બની ગયો છે. અશ્વિન પહેલા અનિલ કુંબલે, કપિલ દેવ અને હરભજન સિંહે આ ઉપલબ્ધી મેળવી છે. સૌથી ઝડપી 400 ટેસ્ટ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે છે.
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ પોતાની ઈનિંગમાં માત્ર 81 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતને જીત માટે 49 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બીજી ઈનિંગમાં ભારત માટે અક્ષર પટેલે 5 અને અશ્વિને ચાર વિકેટ ઝટપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
લાઇફસ્ટાઇલ
Advertisement