નવા ખેલાડીઓ આવ્યા બાદ ટી20 ટીમમાં હવે કોહલીને રખાશે કે નહીં, રોહિતે આપ્યુ મોટુ નિવેદન
રોહિતે કહ્યું કે, ટી20 ટીમમાં કોહલી કેપ્ટન તરીકે હટી ગયો છે, એક ખેલાડી તરીકે તે પોતાની જગ્યાએ જ રહેશે.
![નવા ખેલાડીઓ આવ્યા બાદ ટી20 ટીમમાં હવે કોહલીને રખાશે કે નહીં, રોહિતે આપ્યુ મોટુ નિવેદન IND vs NZ : Rohit Sharma big statement on Virat Kohli T20 team position નવા ખેલાડીઓ આવ્યા બાદ ટી20 ટીમમાં હવે કોહલીને રખાશે કે નહીં, રોહિતે આપ્યુ મોટુ નિવેદન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/17/39160fd0911c8c8fea348d41aacb0442_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતીય ટીમમાં મોટા ફેરફાર વચ્ચે નવા ચહેરાની બોલબાલા વધી ગઇ છે. રોહિત શર્મા ટી20 ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો નવો કેપ્ટન બન્યો છે, ત્યારે દરેકના સ્થાનમાં ફેરફાર આવ્યા છે. ઓપનિંગમાં રોહિત સાથે વાઇક કેપ્ટન કેએલ રાહુલ બેટિંગમાં આવશે, પરંતુ નીચેના તમામ ક્રમને લઇને હજુ ભૂમિકાઓ નક્કી નથી. રોહિતે આ હવે વિરાટને ટીમમાં રાખવા અને તેની બેટિંગની પૉઝિશનને લઇને મોટુ નિવેદન આપ્યુ છે.
ટી20 ટીમમાં કોહલીની ભૂમિકા અંગે જ્યારે રોહિત શર્માને પુછવામા આવ્યુ તો તેને સ્પેશ્યલ જવાબ આપ્યો હતો. રોહિતે કહ્યું કે, ટી20 ટીમમાં કોહલી કેપ્ટન તરીકે હટી ગયો છે, એક ખેલાડી તરીકે તે પોતાની જગ્યાએ જ રહેશે. રોહિતે કહ્યું કે તે ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી છે, અને જ્યારે તે રમે છે, પોતાનો પ્રભાવ છોડે છે. ટીમની નજરે તે મોટો ખેલાડી છે અને જ્યારે તમે દરેક મેચ રમો છો તો ભૂમિકાઓ બદલાઇ જાય છે. રોહિતે વધુમાં કહ્યું કે, વિરાટની ભૂમિકામાં કોઇ ફેરફાર નહીં થાય, આશા છે કે કોહલી આગળ પણ મોટી ઇનિંગો રમતો રહેશે.
રોહિતે કહ્યું કે સ્થિતિ પ્રમાણે દરેકની પૉઝિશન બદલાય જાય છે અને કોહલી સહિત તમામ ખેલાડીઓ આના માટે તૈયાર છે. તેને કહ્યું કે, જ્યારે તમે બેટિંગ કરો છો, તો પણ બેટિંગની સરખામણીમાં પણ અલગ અલગ રીતે તોલવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ આજથી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટી20 મેચોની સીરીઝની પ્રથમ મેચ સાંજે 7 વાગે જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમથી કરશે. આઇસીસી ટી20 વર્લ્ડકપમાં મળેલી હારમાં હાર બાદ ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર થયો છે, કેપ્ટન તરીકે કોહલી અને કૉચ તરીકે રવિ શાસ્ત્રીને હટાવી દેવામાં આવ્યા છે, તેમની જગ્યાએ રોહિતને ટી20 કેપ્ટન અને હેડ કૉચ તરીકે રાહુલ દ્રવિડને અપૉઇન્ટ કરવામા આવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)