IND vs SA 1st Test : ચોથા દિવસની રમત સમાપ્ત, આફ્રિકાએ 94 રન પર 4 વિકેટ ગુમાવી, ભારતને જીત માટે 6 વિકેટની જરૂર
સેન્ચુરિયન ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતને હવે જીતવા માટે 6 વિકેટની જરૂર છે.
LIVE
Background
સેન્ચુરિયન ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતને હવે જીતવા માટે 6 વિકેટની જરૂર છે. દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં 4 વિકેટ ગુમાવીને 94 રન બનાવ્યા હતા. તેમને જીતવા માટે 211 રનની જરૂર છે. કેપ્ટન ડીલ એલ્ગર અડધી સદી સાથે અણનમ છે.
ભારતને જીતવા માટે 6 વિકેટની જરૂર
સેન્ચુરિયન ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતને હવે જીતવા માટે 6 વિકેટની જરૂર છે. દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં 4 વિકેટ ગુમાવીને 94 રન બનાવ્યા હતા. તેમને જીતવા માટે 211 રનની જરૂર છે. કેપ્ટન ડીલ એલ્ગર અડધી સદી સાથે અણનમ છે.
શમીએ અપાવી પ્રથમ સફળતા
શમીએ 1 રનના અંગત સ્કોર પર માર્કરામને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. હાલ સાઉથ આફ્રિકાનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 7 રન છે. પીટરસન અને એલ્ગર રમતમાં છે.
A perfect start for India 💪
— ICC (@ICC) December 29, 2021
Shami delivers the breakthrough as Makram walks back for 1.
Watch #SAvIND live on https://t.co/CPDKNx77KV (in select regions) 📺#WTC23 | https://t.co/qi2EfKhLHp pic.twitter.com/gYWjdudxhj
ભારતીય ટીમ બીજા દાવમાં 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી
બીજી ઈનિંગમાં ભારતીય બેટ્સમેનો સંપૂર્ણ ફ્લોપ સાબિત થયા હતા અને ટીમ ઈન્ડિયા 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવની લીડના આધારે દક્ષિણ આફ્રિકાને 305 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ચોથા દિવસે ભારતીય બેટ્સમેનો સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા હતા. ભારત તરફથી રિષભ પંતે સૌથી વધુ 34 રનની ઇનિંગ રમી હતી. કેએલ રાહુલે 23 અને અજિંક્ય રહાણેએ 20 રનનું યોગદાન આપ્યું હતું. પૂજારા 16 અને કેપ્ટન કોહલી માત્ર 18 રન બનાવી શક્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી કાગીસો રબાડા અને માર્કો જેન્સને ચાર-ચાર વિકેટ જ્યારે લુંગી એનગિડીને બે વિકેટ મળી હતી.
શમી આઉટ
મોહમ્મદ શમી માત્ર 1 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.
રબાડાએ રવિચંદ્રન અશ્વિનની વિકેટે ઝડપી
રબાડાએ રવિચંદ્રન અશ્વિનની વિકેટે ઝડપી ટીમ ઈન્ડિયાને 7મો ઝટકો આપ્યો હતો.