ભારતની જીત થતાં કોણે ડ્રેસિંગ રૂમમાં જઇને કરી ધમાલ, શ્રીલંકન ખેલાડીઓ સાથે કરવા લાગ્યો ગાળાગાળી, જાણો વિગતે
હાર બાદ ભડક્યો મિકી આર્થર- મિકી આર્થરને એટલો બધો ગુસ્સો આવ્યો કે મેચ હાર્યા બાદ ડ્રેસિંગ રૂમમાં દોડી ગયો હતો અને શ્રીલંકને ખેલાડીઓને અપશબ્દો કહીને બુમાબુમ કરવા લાગ્યો હતો.
કોલંબોઃ ભારતીય ટીમે બીજી વનડે મેચમાં રોમાંચક રીતે બેટિંગ કરીને શ્રીલંકા પાસેથી જીત આંચકી લીધી, એકસમયે હારની કગાર પર ઉભેલી ભારતીય ટીમને દીપક ચાહેર અર્ધશતકીય ઇનિંગ રમીને જીતાડી દીધી. આ સાથે જ ભારતીય ટીમ વનડે સીરીઝ પર કબજો જમાવ્યો, ખાસ વાત છે કે, ભારતની જીત અને શ્રીલંકાની હાર થતાં પૂર્વ સાઉથ આફ્રિકન ક્રિકેટર અને શ્રીલંકન કૉચ મિકી આર્થર શ્રીલંકન ખેલાડીઓ પર ગિન્નાયો હતો. મિકી આર્થરની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
હાર બાદ ભડક્યો મિકી આર્થર-
દીપક ચાહર અને ભુવનેશ્વર કુમારે મળીને શ્રીલંકાના હાથમાં જીતની બાજી આંચકી લેતા જ મિકી આર્થરનો પારો ચઢી ગયો હતો, તેને શ્રીલંકન ખેલાડીઓને ફિલ્ડિંગ દરમિયાન અનેકવાર સલાહ અને શિખામણ આપી હતી. પરંતુ છેવટે દીપક ચાહરની અર્ધશતકીય ઇનિંગે તમામ મહેનત પર પાણી ફેરવી દીધુ હતુ. આ બધુ થતાં મિકી આર્થરને એટલો બધો ગુસ્સો આવ્યો કે મેચ હાર્યા બાદ ડ્રેસિંગ રૂમમાં દોડી ગયો હતો અને શ્રીલંકને ખેલાડીઓને અપશબ્દો કહીને બુમાબુમ કરવા લાગ્યો હતો. મિકી આર્થરની આ હરકત કેમેરામાં પણ કેદ થઇ ગઇ. સોશ્યલ મીડિયા પર મિકી આર્થરના જોરદાર મીમ્સ પણ વાયરલ થઇ રહ્યાં છે.
Mickey Arthur is most entertaining head coach in international cricket. One camera is always dedicated to him.#INDvSL pic.twitter.com/IINE4MxHFd
— I'm in hate with you (@Forshitssake25) July 20, 2021
દીપક ચાહરની શાનદાર ઇનિંગ-
રોમાંચક મુકાબલામાં ભારતે શ્રીલંકાને 3 વિકેટથી હરાવીને ત્રણ મેચની સીરીઝમાં 2-0થી લીડ મેળવી છે. દીપક ચહરે ભારતને હારેલી મેચમાં જીત અપાવી છે. ભારતે એક સમયે 193 રનમાં સાત વિકેટ ગુમાવી દિધી હતી. બાદમાં ચહર અને ભુવનેશ્વર કુમારે મોર્ચો સંભાળ્યો હતો. ચહર 82 બોલમાં 69 રન બનાવી નોટઆઉટ રહ્યો છે. ભુવનેશ્વર કુમાર 28 બોલમાં 19 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. બંને વચ્ચે આઠમી વિકેટની 84 રનની પાર્ટનરશીપ થઈ હતી.
શ્રીલંકાની ઇનિંગ-
આ મેચમાં શ્રીંલકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 275 રન બનાવ્યા હતા. અસલંકાએ શ્રીલંકા તરફથી સર્વાધિક 65 રન બનાવ્યા હતા. ફર્નાન્ડોએ 50 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ચહલ-ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લીધી હતી.
ભારતીય ટીમ
પૃથ્વી શૉ, શિખર ધવન (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), મનિષ પાંડે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.
શ્રીલંકન ટીમ
આવિષ્કા ફર્નાન્ડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષા, ધનંજય ડી સિલ્વા, ચરીત અસલન્કા, દાસુન શનાકા (કેપ્ટન), વનિન્દુ હસરરંગા, ચમિકા કરુણારત્ને, દુષ્નામન્તા ચમીરા, લક્ષન સંડાકન, કુસુન રજીતા.