ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમો તિરુવનંતપુરમમાં લીલા રાવિજ હોટલમાં રોકાઈ છે. જ્યાં પહોંચીને વિરાટ કોહલીએ ખાસ ચિઠ્ઠી લખી હતી. જેમાં વિરાટે કેરળ પ્રત્યે પોતાનો પ્રેમ અને ત્યાંની સુંદરતાનો ઉલ્લેખ કર્યો હતો. કોહલીએ લખેલ ચિઠ્ઠીમાં કેરળને એકદમ સુરક્ષિત પણ પણ ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા કેરળમાં ભયંકર વરસાદના કારણે તબાહી આવી હતી. જેના કારણે તેના પર્યટનને ઘણી અસર પહોંચી હતી.
2/3
ખેલાડીઓને એરપોર્ટ પર ઉતરતા જ નારિયેળ પાણી આપવામાં આવ્યું હતું. બીસીસીઆઈએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ભવ્ય સ્વાગતની તસવીર પોસ્ટ કરી છે તો બીજી તરફ ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝે તેનો વીડિયો પોતાના ટ્વિટર પર મુક્યો છે. તિરુવનંતપુરમમાં થયેલા ભવ્ય સ્વાગતે વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓને પોતાના દેશની યાદ અપાવી દીધી હતી.
3/3
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે પાંચ મેચની સીરીઝનો અંતિમ વનડે મેચ તિરુવનંતપુમરના ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે રમાશે. ગઈકાલે ટીમ ઇન્ડિયા તિરૂવનંતપુરમ પહોંચી હતી. ટીમ ઇન્ડિયા સીરીઝમાં 2-1થી આગળ છે. તિરુવનંતપુરમમાં ટીમ ઇન્ડિયાનું ટ્રેડિશનલ અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું.