શોધખોળ કરો
Advertisement
અરૂણ જેટલીના સરકારી બંગલામાં ટીમ ઈન્ડિયાના કયા આક્રમક બેટ્સમેનના થયા હતા લગ્ન? નામ જાણીને ચોંકી જશો
નઝફગઢનાં નવાબ વિરેન્દ્ર સેહવાગે તો પોતાની વેડિંગ સેરેમની જ અરૂણ જેટલીનાં સરકારી બંગલામાં કરી હતી. તે સમયે અરૂણ જેટલી કાયદા મંત્રી હતાં.
નવી દિલ્હી: પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલી શનિવારે બપોરે 12.07 વાગ્યે એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતાં. અરૂણ જેટલીનો દિલ્લી ક્રિકેટ સાથે ગાઢ સંબંધ રહ્યો છે. તેઓ સતત 12 વર્ષ સુધી ડીડીસીએનાં પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયાને ઘણાં દિગ્ગજ ખેલાડીઓ મળ્યા હતાં. ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સેહવાગ, ઈશાંત શર્મા, શિખર ધવન તેમના કાર્યકાળનાં ખેલાડી છે.
ક્રિકેટ અને ક્રિકેટર્સનાં ઘણાં જ નજીક રહેલા જેટલી આજે ભલે દુનિયાને અલવિદા કહી ગયા હોય પરંતુ તેમના કાર્યોને ભૂલવા મુશ્કેલ છે. ખેલાડીઓની વચ્ચે પણ જેટલીને ઘણું બનતું હતું. નઝફગઢનાં નવાબ વિરેન્દ્ર સેહવાગે તો પોતાની વેડિંગ સેરેમની જ અરૂણ જેટલીનાં સરકારી બંગલામાં કરી હતી. તે સમયે અરૂણ જેટલી કાયદા મંત્રી હતાં. 9 અશોક રોડ સ્થિત જેટલીનો સરકારી બંગલો હતો. તે સમયે જેટલી દિલ્લીની કૈલાશ કોલોનીમાં રહેતા હતા.
એક સમયે DDCA ભ્રષ્ટાચાર મામલે જ્યારે અરૂણ જેટલી ઘેરાયા હતા ત્યારે ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીરે જેટલીનું સમર્થન કર્યું હતુ. સેહવાગે ટ્વિટ કર્યું હતુ કે, ‘ડીડીસીએમાં મારા સમયમાં જ્યારે મને કોઈ ખેલાડીનાં અચાનક સિલેક્શનની ખબર પડતી હતી તો હું ઈચ્છતો હતો કે જેટલીને જાણકારી આપું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement