શોધખોળ કરો
LIVE IND Vs NZ 2nd ટેસ્ટ: પૂજારા-રહાણેની પાર્ટનરશીપ પર આશા, ભારત 155/3

કોલકાતા: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની સીરિઝની બીજી ટેસ્ટ આજથી કોલકતાના ઇડન ગાર્ડનમાં પ્રારંભ થયો છે. * લંચ બાદ પૂજારા અને રાહણેની પાર્ટનરશીપ સારી ચાલી રહી છે. પૂજારા 73 રને અને રાહણે 55 રને ભારતનો દાવ સંભાળી રહ્યા છે. *કોહલીની વિકેટ બાદ અજિંક્ય રહાણે આવ્યા હતા. લંચ પહેલા ભારતનો સ્કોર 57/3 છે. હાલ ચેતેશ્વર પૂજારાએ 30 અને રહાણે 2 રન બનાવ્યા છે. *આ પછી ચેતેશ્વ પૂજારા અને વિરાટ કોહલી પિચ પર હતા. જેમાં ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી નવ રન બનાવી આઉટ થયા હતા. *ધવન એક રને આઉટ થયા બાદ મુરલી વિજય નવ રન બનાવીને આઉટ થયો હતો. *આ મેચમાં ઓપનિંગમાં બદલાવ કરવામાં આવ્યો છે, જેમાં કે એલ રાહુલને બદલે શિખર ધવનને ઉતારવામાં આવ્યો હતો. *પહેલા દિવસે ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. *ગઈ મેચ કરતા આ મેચમાં બે બદલાવ કરવામાં આવ્યા છે જેમાં રાહુલની જગ્યાએ શિખરને મોકો આપવામાં આવ્યો, તેમજ ઉમેશ યાદવને બદલે ભુવનેશ્વર કુમારને ચાંસ અપાયો છે. *ઉપરાંત ગૌતમ ગંભીરને પ્લેયિંગ 11માં સ્થાન આપવામાં આવ્યું નથી. આ ટીમ ઈંડિયાની 250મી ટેસ્ટ છે. કોલકાતા ટેસ્ટ જીતીને ભારત પાસે ટેસ્ટમાં નંબર વન બનવાની તક પણ છે. આ મેચ માટે ભારતીય ટીમમાં લોકેશ રાહુલની જગ્યાએ ગૌતમ ગંભીરનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ કીવી સ્પિનર ક્રેગ માર્ગ પણ ઇજાને કારણે બહાર થઇ ગયો છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના અધ્યક્ષ અને પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી અનુસાર પિચ ભીની છે, વરસાદને કારણે ફિલ્ડને ઢાંકીને રાખવામાં આવી છે. જેનાથી બોલ શરૂઆતથી ટર્ન નહીં થાય. સ્પિનર્સને પિચની મદદ માટે થોડી રાહ જોવી પડશે. અહીં હવામાન વિભાગે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. કીવી ટીમના સ્પિનર માર્ક ક્રેગ બાદ જિમી નીશામ પણ સીરિઝથી બહાર થઇ ગયો છે. નીશામ કાનપુર ટેસ્ટમાં પણ ઇજાને કારણે નહતો રમ્યો. ક્રેગની જગ્યાએ કીવી ટીમમાં સ્પિનર જીતન પટેલ ભારત મોડો આવશે જેને કારણે તેને પ્રેક્ટિસનો સમય પણ ઓછો મળશે. ન્યુઝીલેંડ સામેની સીરિઝમાં જો હાલ 1-0થી આગળ છે. જો આ ત્રણ ટેસ્ટની આ સીરીઝમાં હજુ બે ટેસ્ટ રમવાની બાકી છે. એટલે કે ભારતે બીજી ટેસ્ટ જીતી લીધી તો નંબર વન બનવાનું નક્કી છે.
વધુ વાંચો





















