ઓસ્ટ્રેલિયામાં ભારત તરફથી ટેસ્ટ મેચમાં સૌથી વધારે બોલ રમવામાં વિજય હજારે પ્રથમ નંબર પર છે. તેમણે 1948માં એડિલેડમાં રમાયેલી મેચમાં પ્રથમ ઈનિંગમાં 303 બોલમાં 116 અને બીજી ઈનિંગમાં 372 બોલમાં 145 રન બનાવ્યા હતા. મેચમાં તેઓ કુલ 675 બોલ રમ્યા હતા. મેચમાં ભારતનો ઈનિંગ અને 16 રનથી પરાજય થયો હતો.
2/6
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં સૌથી વધારે બોલ રમવાના મામલે ત્રીજા નંબર પર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર છે. 2004માં સિડની ટેસ્ટમાં સચિને પ્રથમ ઈનિંગમાં 436 બોલનો સામનો કરી 241 રન કર્યા હતા. બીજી ઈનિંગમાં 89 બોલમાં 60 રન બનાવ્યા હતા. આ મેચ ડ્રો રહી હતી.
3/6
ટીમ ઈન્ડિયાનો વર્તમાન કોચ રવિ શાસ્ત્રી આ લિસ્ટમાં ચોથા સ્થાન પર છે. રવિ શાસ્ત્રીએ સિડનીમાં 1992માં 206 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તે 477 બોલનો સામનો કર્યો હતો. આ મેચ ડ્રો રહી હતી.
4/6
આ લિસ્ટમાં રાહુલ દ્રવિડ બીજા સ્થાને છે. 2003માં રાહુલ દ્રવિડે પ્રથમ ઈનિંગમાં 446 બોલમાં 233 રન અને બીજી ઈનિંગમાં 170 બોલમાં 72 રન બનાવ્યા હતા. મેચમાં તે કુલ 616 બોલ રમ્યો હતો. આ મેચમાં ભારતનો 4 વિકેટથી વિજય થયો હતો.
5/6
આ મેચમાં પૂજારાએ 450 બોલનો સમનો કર્યો હતો. આ સાથે જ તે ઓસ્ટ્રેલિયાં એક ટેસ્ટમાં સૌથી વધારે બોલ રમનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં પાંચમાં સ્થાન પર આવી ગયો છે. પૂજારાએ પ્રથમ ઈનિંગમાં 246 અને બીજી ઈનિંગમાં 204 બોલનો સામનો કર્યો હતો.
6/6
નવી દિલ્હીઃ એડિલેડ ટેસ્ટમાં ચોથા દિવસના અંતે ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. મેચ જીતવા અંતિમ દિવસે ભારતને 6 વિકેટની જરૂર છે. ભારતને આ મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં ટોપ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ મહત્વનો રોલ નિભાવ્યો હતો. પૂજારાએ પ્રથમ ઈનિંગમાં 123 અને બીજી ઈનિંગમાં 71 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં ભારતની 41 રનમાં 4 વિકેટ પડી ગઈ હતી પરંતુ પૂજારાએ એક છેડો સાચવીને ભારતનો સ્કોર 250 રન સુધી પહોંચાડ્યો હતો.