બીજી તરફ આ રેસમાં વિરાટ કોહલી પણ પાછળ નથી. ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવનારા ખેલાડીના લિસ્ટમાં ટોચ પર પહોંચવા માટે કોહલીએ 170 રનની જરૂર છે.
2/4
બિસ્બેનઃ ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત આજે T20 મેચથી થશે. ટીમ ઈન્ડિયા કાંગારુઓને તેના ઘરઆંગણે હાર આપવા ઉતરશે ત્યારે ભારતના બે ધુરંધરોમાં પણ રેસ જોવા મળશે. આ રેસમાં હિટમેન રોહિત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલી સામેલ છે. આ બંનેમાંથી કોણ જીતશે તે સીરિઝ પૂરી થયા બાદ જ જાણી શકાશે.
3/4
રોહિત શર્મા ટી20 ઈન્ટરનેશલમાં સૌથી વધારે રન બનાવવાના મામલે વિરાટ કોહલીને પાછળ રાખી ચુક્યો છે. શર્મા વધુ 65 રન બનાવતાં જ ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી નાંખશે.
4/4
ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ 2271 રન સાથે ટોચ પર છે. રોહિત શર્મા 2207 રન સાથે બીજા, પાકિસ્તાનનો શોએબ મલિક 2190 રન સાથે ત્રીજા, ન્યૂઝીલેન્ડનો બ્રેંડન મેક્કુલમ 2140 રન સાથે ચોથી અને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી 2102 રન સાથે પાંચમા નંબર પર છે.