શોધખોળ કરો
IND v ENG: ભારતે ઈંગ્લેન્ડને જીતવા આપ્યો 521 રનનો પડકાર, કોહલીએ ફટકારી 23મી ટેસ્ટ સદી
1/4

ત્રીજા દિવસે લંચ સુધીમાં ભારતે 2 વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. કોહલી 54 અને પૂજારા 56 રને રમતમાં હતા. લંચ બાદ પૂજારા 72 રનના અંગત સ્કોર પર સ્ટોક્સની ઓવરમાં ત્રીજી વિકેટના રૂપમાં આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 224 રન હતો. કોહલી અને પૂજારાએ 113 રનની ભાગીદારી કરી હતી.ટી બ્રેક પછી કોહલીએ ટેસ્ટ કારકિર્દીની 23મી અને વર્તમાન ઈંગ્લેન્ડ પ્રવાસની બીજી સદી ફટકારી હતી. કોહલીએ સદી બાદ મેદાનમાં હાજર પત્ની અનુષ્કાને ફ્લાઇંગ કિસ આપી હતી. જે બાદ 103 રનના સ્કોરે તે આઉટ થયો હતો. કોહલી બાદ પંત પણ 1 રન બનાવી પાંચમી વિકેટ તરીકે આઉટ થયો હતો. રહાણે 29 રન બનાવી છઠ્ઠી અને શમી 3 રન બનાવી સાતમી વિકેટના રૂપમાં આઉટ થયા હતા.
2/4

બર્મિઘમઃ અત્રેના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર પ્રવાસી ભારત અને યજમાન ઈંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે 7 વિકેટના નુકસાન પર 352 રન બનાવી બીજી ઈનિંગ ડિકલેર કરી હતી. પ્રથમ ઈનિંગની મળેલી 168 રનની લીડ ઉમેરતા ભારતે ઈંગ્લેન્ડને જીતવા 521 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે ઈનિંગ ડિક્લેર કરી ત્યારે હાર્દિક પંડ્યા 52 અને અશ્વિન 1 રને અણનમ હતા. ભારત તરફથી કોહલીએ સર્વાધિક 103 અને પૂજારાએ 72 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી આદિલ રશીદે સર્વાધિક 3 વિકેટ ઝડપી હતી. બીજી ઈનિંગની શરૂઆત કરવા માટે ઈંગ્લેન્ડ તરફથી એલિસ્ટર કૂક 9 અને કેટોન જેનિંગ્સ 13 રન બનાવી અણનમ રહ્યાં હતા. ઈંગ્લેન્ડ પોતાની બીજી ઈનિંગમાં 23 રન બનાવી લીધા છે. ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે હજું 498 રનની જરૂર છે.
Published at : 20 Aug 2018 03:39 PM (IST)
View More




















