શોધખોળ કરો
INDvWI: વિન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની જીત થઈ હોવા છતાં ભારતનો આ ક્રિકેટર થઈ રહ્યો છે ટ્રોલ, જાણો શું છે મામલો
1/3

નવી દિલ્હીઃ ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પ્રથમ T20 મુકાબલામાં ભારતને 5 વિકેટથી જીત મળી હોવા છતાં ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન ટ્રોલ થઈ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ દરમિયાન ચોથી ઓવરમાં ખલીલના બોલ પર હોપે શોટ ફટકાર્યો અને રન દોડવા લાગ્યો. આ સમયે બોલ કેએલ રાહુલ પાસે પહોંચ્યો ત્યારે તેણે બોલ ઉઠાવીને એટલો ઊંચો થ્રો કર્યો કે વિકેટકિપર દિનેશ કાર્તિકે ઊંચો કૂદકો માર્યો હોવા છતાં પકડી શક્યો નહોતો.
2/3

આ સમયે મનીષ પાંડે કાર્તિકની પાછળ ઉભો હતો અને તેણે બોલ પકડીને ગિલ્લી ઉડાવી દીધી. જેના કારણે હોપે પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. જે બાદ ફેન્સે કેએલ રાહુલને ટ્રોલ કર્યો અને તેને ફિલ્ડિંગમાં સુધારો કરવાની સલાહ આપી.
Published at : 05 Nov 2018 03:47 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















