IND vs ENG 2nd ODI: બેરિસ્ટો અને સ્ટોક્સની આક્રમક બેટિંગની મદદથી ઈંગ્લેન્ડે ભારતને 6 વિકેટથી હરાવ્યું
IND vs ENG 2nd ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પુણેમાં રમાયેલી બીજી વનડે મેચમાં જીત મેળવી ઈંગ્લેન્ડે ત્રણ મેચની સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ઈંગ્લેન્ડ તરફથી બેરિસ્ટોએ 124 રન, બેન સ્ટોક્સ 99 રન અને જેસોન રોયે 55 રન બનાવ્યા હતા.
LIVE
Background
IND vs ENG 2nd ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પુણેમાં રમાયેલી બીજી વનડે મેચમાં ઈંગ્લેન્ડને 6 વિકેટથી જીત મેળવી હતી. જોની બેરિસ્ટો, જેસોન રોય અને બેન સ્ટોક્સની શાનદાર બેટિંગની મદદથી ઈંગ્લેન્ડે શાનદાર જીતી મેળવી હતી. 337 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 43.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી જીત મેળવી હતી.
ઈંગ્લેન્ડની 6 વિકેટથી જીત
40 ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 317/4
40 ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 317 રન બનાવી લીધા છે. ડેવિડ મલાન અને લિવિંગસ્ટોન રમતમાં છે.
ઈંગ્લેન્ડની ટીમ જીતની નજીક
ઈંગ્લેન્ડની ટીમ જીતની નજીક પહોંચી ગઈ છે. 39 ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 302 રન થઈ ગયા છે.
ઈંગ્લેન્ડને ચોથો ઝટકો
ઈંગ્લેન્ડની ચોથી વિકેટ ગઈ છે. જોસ બટલર શૂન્ય રને આઉટ થઈ પેવેલિયન પરત ફર્યો છે. પ્રસિદ ક્રિષ્નાની ઓવરમાં કેચ આઉટ થયો હતો. આ પહેલા બેરિસ્ટો 124 રને આઉટ થયો હતો.
ઈંગ્લેન્ડનો સ્કોર 250 રનને પાર
બેરિસ્ટો અને સ્ટોકની આક્રમક બેટિંગના દમ પર ઈંગ્લેન્ડ જીત તરફ આગળ વધી રહ્યું છે. 34 ઓવરમાં એક વિકેટના નુકસાન પર ઈંગ્લેન્ડે 266 રન બનાવી લીધા છે. બેરિસ્ટો 109 રન અને સ્ટોક 95 રને રમતમાં છે.