શોધખોળ કરો
Advertisement
INDvsNZ: આજે માન્ચેસ્ટરમાં વરસાદ પડશે? શું અધુરી મેચ પુરી થશે? જાણો શું કહે છે હવામાન
રિઝર્વ ડેના દિવસે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની અધુરી મેચ પુરી થશે કે નહીં તેને લઇને એક ખાસ રિપોર્ટ સામે આવ્યા છે
નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપની પ્રથમ સેમિ ફાઇનલ મેચ માન્ચેસ્ટરમા આજે પુરી થશે કે પછી રદ્દ કરવાનો વારો આવશે? આ વાતને લઇને અલગ અલગ રિપોર્ટ સામે આવી રહ્યાં છે. એક્યૂવેધરનો રિપોર્ટ કહે છે કે વરસાદ નથી પણ વાદળો છવાયેલા રહેશે.
રિઝર્વ ડેના દિવસે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની અધુરી મેચ પુરી થશે કે નહીં તેને લઇને એક ખાસ રિપોર્ટ સામે આવ્યા છે. એક્યૂવેધરના રિપોર્ટ પ્રમાણે માન્ચેસ્ટરમાં લૉકલ સમય પ્રમાણે બુધવારે (રિઝર્વ ડે) સવારે 11 વાગ્યા (માન્ચેસ્ટરના લૉકલ સમય અનુસાર) સુધી તડકો નીકળશે. વચ્ચે વચ્ચે સામાન્ય વાદળો ઘેરાશે. ત્યારબાદ 1 વાગ્યાથી તડકો નહીં રહે અને સતત વાદળો છવાયેલા રહેશે.
જોકે, સવારે આવેલા એક રિપોર્ટ પ્રમાણે આજે માન્ચેસ્ટરમાં વરસાદની શક્યતા નથી. ઓલ્ડ ટ્રેફર્ડમાં વરસાદની સંભાવના 0% થી 10% છે. જોકે આજે ડકવર્થ-લૂઇસથી જ મેચનુ પરિણામ આવી શકે છે.
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમ 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા, ત્યારે વરસાદ વિઘ્ન બન્યો અને મેચ અટકાવવી પડી હતી. જોકે, બાદમાં મેચ શરૂ થઇ શકી ન હતી.The good news is no rain expected at Old Trafford today. The chances of rain btw 0% to 10%. It will be mostly cloudy but with few sunny spells at times. A very good chance for a result without using the DLS method.#CWC19#CWC2019 #INDvNZ #INDvsNZ #NZvsIND #NZvInd#SemiFinal1
— Mohandas Menon (@mohanstatsman) July 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
અમદાવાદ
Advertisement